ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા સહકારી સંઘ, જિલ્લા રજિસ્ટ્રાર (સ.મં.) રાજકોટ તથા શિવશક્તિ શરાફી સહકારી મં. લિ. રાજકોટના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત તાજેતરમાં હોટલ ક્રિષ્ના પાર્ક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે વન-ડે સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારનું અધ્યક્ષસ્થાન રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લિ. (રાજકોટ)ના ચેરમેન રાજકોટ ડિસ્ટ્રી. બેંકના ડિરેકટર લલીતભાઈ રાદડીયાએ સંભાળેલું હતું. આ સેમિનારમાં જિલ્લા સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા, માનદમંત્રી મનસુખલાલ સંખાવરા, શિવશક્તિ શરાફી મંડળીના ચેરમેન હરગોપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહકારી આગેવાન ધીરૂભાઈ ધાબલીયા, સહકારી આગેવાન તથા ગુરુદત્તાત્રેય શરાફી મંડળીના ચેરમેન ટપુભાઈ લીંબાસીયા, રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, જેતપુર તાલુકા સંઘના ચેરમેન પ્રવિણભાઈ ગજેરા, ડિસ્ટ્રી. બેંકના ડિરેકટર શૈલેષભાઈ ગઢીયા, સહકારી આગેવાન યજ્ઞેશભાઈ જોષી, જિલ્લા સંઘના ડિરેકટરો, મહિલા સમિતિના સહક્ધવીનર બિંદીયાબેન મકવાણા તથા સભ્યો, નિવૃત્ત જજ બુધવાણી, જિલ્લા રજિ. (સં.મં.) રાજકોટના ઓફિસ સુપ્રિ. ગીતાબેન જીવાણી, ડિસ્ટ્રી. બેંકના જનરલ મેનેજર વી. એમ. સખીયા, જસદણ તાલુકા સંઘના મેનેજર, જિલ્લા સંઘના એક્ઝિ. ઓફિસર જયશ્રીબેન ત્રિવેદી, નાગરિક બેંકના નિવૃત્ત ઓફિસર ડો. હિતેશભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારના અધ્યક્ષસ્થાનેથી રાજ કોટનના ચેરમેન લલીતભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની સહકારી પ્રવૃત્તિ ખૂબ સારી પ્રગતિદાયક બનેલ છે,આ સેમિનારમાં રાજ્ય સંઘ દ્વારા સને 2023-24ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તાલુકા સહકારી સંઘોની શિલ્ડ અને પ્રમાણપત્ર હરિફાઈ યોજવામાં આવેલી હતી. જેમાં પ્રથમ ક્રમે રાજકોટ લોધીકા સંઘ, દ્વિતીય ક્રમે જેતપુર તાલુકા સંઘ અને તૃતીય ક્રમે જસદણ તાલુકા સંઘ આવેલા હતા. જેઓને જિલ્લા સંઘ તરફથી પ્રોત્સાહનરૂપે અનુક્રમે રૂા. 5000, રૂા. 4000 તથા રૂા. 3000 રોકડા પુરસ્કાર રાજ કોટનના ચેરમેન લલીતભાઈ રાદડીયા તથા સહકારી આગેવાનોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ સેમિનારમાં રાજકોટ તાલુકાની સહકારી સંસ્થાઓના પ્રમુખ-ચેરમેન, મેનેજર-મંત્રીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સેમિનારને સફળ બનાવવા જિલ્લા સંઘ તથા શિવશક્તિ શરાફી મંડળીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.