મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા રાજકોટ જીલ્લા ભાજપાના આગેવાનો.

રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઈ નસીત, મહામંત્રી હિતેશભાઈ ચાવડા, ગૌરવસિંહ જાડેજાએ રાજકોટ તાલુકાના ઠેબચડાથી ત્રંબા તથા ઠેબચડા ડામર રોડથી આશાપુરા માતાજી મંદિર સુધીના રોડ-રસ્તાના નવા કામો બાબતેરાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ રજુઆતો કરવામાં આવી હતી.

- Advertisement -
- ઉપરોક્ત રોડ-રસ્તાના કામો અંગે જીલ્લાના આગેવાનો એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂમાં રજુઆતો કરવામાં આવતા સરકાર એ લોકકલ્યાણના અર્થે તાત્કાલિક ઘટતું કરીને રોડ-રસ્તાના કામો અંગે મંજુરીઆપતા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ સરકારનો આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.



