2.36 લાખની 528 બોટલ દારૂ સાથે બુટલેગરની ધરપકડ, 7.46 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં મફિીના ધંધાર્થીઓ ફરી સક્રિય થતાં પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે બે દિવસ પૂર્વે ભગવતીપરા રોડ ઉપરથી દારૂ ભરેલી બોલેરો પકડી પાડયા બાદ આજે સંતકબીર રોડ ઉપર વોચ ગોઠવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2.36 લાખની કિમતની 528 બોટલ દારૂ ભરેલી બોલેરો સાથે એક શખસને જડપી લઈ 7,46,280નો મુદામાલ કબજે લઈ અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂ અંગે અસરકારક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે ડીસીબી પીઆઈ વાય બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન ડી ડામોર અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ફિરોજભાઈ શેખ અને જયદેવસિહ પરમારને મળેલી બાતમી આધારે સંતકબીર રોડ ઉપર ગોકુલનગરમાં વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી બોલેરો પસાર થતાં અટકાવી જડતી લેતા અંદરથી જુદી જુદી બ્રાન્ડનો 2,36,280 રૂપિયાનો 528 બોટલ દારૂ મળી આવતા ચાલક ગોકુલનગરના ચાલક વિપુલ પૂંજાભાઈ પરમારની ધરપકડ કરી પૂછતાછ કરતાં શ્રમજીવી સોસાયટીના વિજય ઉમેશભાઈ સોલંકી, સુનિલ રાજેશભાઇ પરમાર અને ચુનારાવાડના કુલદીપ ઉર્ફે કુલી દિનેશભાઈ નંદેસરિયાના નં ખૂલતાં તે ત્રણેયની શોધખોળ હાથ ધરી પોલીસે દારૂ, વાહન, મોબાઈલ સહિત 7,46,280 રૂપિયાનો મુદામાલ કબજે લીધો છે. વિપુલ પરમાર અને વિજય સોલંકી અગાઉ રાજકોટમાં ચાર ગુનામાં, સુનિલ પરમાર એક ગુનામાં અને કુલદીપ ત્રણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે.