ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા સેન્ટ્રલ ઝોન સભાગૃહ ખાતે અધિકારી/કર્મચારીઓનાં તેજસ્વી છાત્રોને સન્માનિત કરવાનો કાર્યક્રમ તારીખ 24/01/2025ના રોજ રાજકોટ શહેરના માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, રાજકોટ ના જાણીતા ન્યુરો સર્જન ડો. હેમાંગ વસાવડા, લાયન્સ કલબના પ્રમુખ શ્રી નિલીમાબેન ગેરિયા, ચેરમેન સમીર ખીરા, લાયન ભાવનાબેન કોઠારી,મહાનગરપાલિકાના મેનેજરશ્રી કે.બી.ઉનાવા,એએ ડેપ્યુટી એન્જીનીયરશ્રી હિરેન ખખ્ખર,ભરટ બોલાણીયા,આસી.ટાઉનપ્લાનરશ્રી મૌલિક ટાંક યુનિયન લીડરશ્રી વલ્લભભાઇ પીપળીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
કાર્યક્રમની શરૂઆતમાં સ્પોર્ટસ એન્ડ રીફીએશન ક્લબના મહિલા સદસ્યો દ્વારા સરસ્વતી વંદના રજુ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માં સરસ્વતીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે માન. મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ શુભેરછા પાઠવતા જણાવેલ કે કોર્પોરેશનની જુદી-જુદી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પરિજનો અત્રે એકત્ર થવાથી એક-બીજા વચ્ચે ઓળખ થાય છે અને એક-બીજાથી પરિચિત બને છે. આ રીતે આપણે સૌ એક પરિવારના સદસ્યો છીએ. તેવી ભાવના નિર્માણ થાય છે. અને જરૂરિયાતના સમયે એક-બીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાય. સતત ટેન્શન હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ માટે આ રીક્રીએશન ક્લબ મનોરંજનના કાર્યક્રમો યોજી ઉમદા સેવા કરી રહી છે તે માટે સ્પોર્ટસ એન્ડ રીફીએશન ક્લબના હોદેદારો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તેમજ જાણીતા ન્યૂરોસર્જન ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે આજે ગમે તેટલા માર્કસ મેળવો, ગમે તેવી ડીગ્રી મેળવો પણ કારકિર્દીમાં તમારી આવડત વિશેષ કામ લાગે છે. વિદ્યાથીઓને જે વિષયમાં ઋચી હોય તે દિશામાં આગળ વધારવા પ્રોત્સાહિત કરવા જોઈએ તેવું વાલીઓને નિર્દેશ કરી સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે લાયન્સ કલબના પ્રમુખ શ્રી નિલીમાબેન ગેરિયાએ પણ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જ્યાં પણ જરૂરિયાત હોય ત્યારે હરહમેશ સહયોગ આપવા જણાવેલ હતું. સાથોસાથ ઉપસ્થિત અતિથીઓ દ્વારા બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આજના આ કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને સીલ્વર મેડલથી સ્પોર્ટસ એન્ડ રીફીએશન ક્લબ દ્વારા નવાજવામાં આવેલ હતા તથા અન્ય તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ 70% થી વધુ ગુણ પ્રાપ્ત કરેલ તે તમામને આકર્ષક ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. જેમાં લાયન્સ ક્લબ ઓફ આવકાર તરફથી પ્રથમ ત્રણ વિજેતાને પુરસ્કાર તથા તમામ બાળકોને આશ્વસન પુરસ્કાર ઓડીટ વિભાગના રમેશભાઈ સાંગાણી તરફથી આપવામાં આવેલ હતા આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમના સમગ્ર આયોજનમાં સ્પોર્ટસ એન્ડ રીફીએશન ક્લબના મહિલા હોદેદારો દિપ્તીબેન આગરીયા, સુધાબેન દવે, રેણુકાબેન કક્કડ, જ્યોત્સનાબેન ડોબરિયા એ મહત્વની જવાબદારી નિભાવી હતી. તથા કલબના પ્રમુખશ્રી કીર્તિકુમાર જોષી, કારોબારી અધ્યક્ષશ્રી દીલીપભાઈ પંડ્યા, મંત્રીશ્રી મયુર પરનાલીયા, હસુભાઈ ગણાત્રા, ઈશ્વરભાઈ સોલંકી, મહત્વ આચાર્ય, અમીનભાઈ નાગોરી, દિનેશભાઈ પરમાર, હરેશભાઈ વાઘેલા વગેરેના વરદહસ્તે પ્રોત્સાહન ઇનામો આપવામાં આવેલ હતા.