ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના ટ્વીટર એકાઉન્ટની લોકપ્રિયતા વધી છે. જિલ્લા કલેક્ટરના ટ્વીટર એકાઉન્ટમાં 50000 ફોલોવર્સ થયા છે. અમદાવાદ બાદ રાજકોટ કલેક્ટરનું ટ્વીટર એકાઉન્ટ રાજ્યમાં લોકપ્રિયતામાં બીજા ક્રમે આવ્યું છે . જરૂરી સજેશન ,ફરિયાદો તેમજ સારા કામોને ટ્વીટર પર ટ્વીટર કરી લોકો જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ કલેક્ટર ઓફિસ દ્વારા કુલ 8000 જેટલા ટ્વીટ કરાયા છે.