1000થી વધુ ગરીબ વર્ગના બાળકોએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પો.કમી.સા.બ્રિજેશકુમાર ઝા તથા મહે. અધિક પો.કમી. મહેન્દ્ર બગડીયા તથા નાયબ પો.કમી.ટ્રાફિક પૂજા યાદવ તથા મદદનીશ પો.કમી. જે.બી. ગઢવી ના અધ્યક્ષ સ્થાને પોલીસ ઇન્સ્પેટર આઇ.એન.સાવલીયા નાઓ દ્વારા રાધેશ્યામ ગૌશાળા ખાતે 1000 જેટલા બાળકો, માતાઓ ,ભાઈઓને હાલ ગણપતિ ઉત્સવ તેમજ ઈદ એ મિલાદના ધાર્મિક તહેવાર આવી રહેલ હોય તમામ જ્ઞાતિ વચ્ચે ભાઈચારો તેમજ માનવતાની ભાવના જળવાઈ રહે અને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તેમનું તથા તેમના બાળકોને અકસ્માત થી બચવા માટે ટ્રાફિકના નિયમોની સમજ કરી તથા તમામ બાળકો,માતાઓ, ભાઈઓને ટ્રાફિક શાખા એસીપી “જે.બી.ગઢવી તથા શ્રી રણજીત દાન ગુગલ ધૂપ”તરફથી શ્રીખંડ અને શાક પુરીનું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ લાભ લીધો હતો.