સોની સમાજ, પ્રજાપતિ સમાજ, સુથાર સમાજ, સતવારા સમાજ, સિંધી સમાજ અને પોલીસ સલાહકાર સમિતિ સહિતના આગેવાનો મહાઆરતીનો લાભ લેશે
રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. મેયર બંગલેથી ગણપતિ મહારાજની વાજતે-ગાજતે વર્ણાંગી નીકળી હતી. શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ બાપાનું સ્થાપન-પૂજન-અર્ચન કરવામાં આવ્યું. આ તકે સાંસદો-ધારાસભ્યો અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. મેયર બંગલેથી ઢોલ, નગારા તથા ડી.જે.ના તાલે વાજતે-ગાજતે ગણેશજીનું આગમન કરવામાં આવ્યું હતું.. મેયરના બંગલાથી ઢોલ, શરણાઇ, રાસની રમઝટ સાથે દાદાની વરણાગી નીકળી હતી. આ 10 દિવસમાં હસાયરો-શ્રીનાથજીની ઝાંખી, આરતી સુશોભન સ્પર્ધા, લાડુ જમણ સ્પર્ધા, હવન, છપ્પનભોગ સહિતના કાર્યક્રમ યોજાશે.
- Advertisement -
શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજે રોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે આ આરતી માટે આવતા આગેવાનો અને વોર્ડના કાર્યકર્તાઓના સ્વાગત અને આરતીના ઈન્ચાર્જ રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી અને સહ ઈન્ચાર્જ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે. તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આવતીકાલે સાંજે 6.30 કલાકે આરતીમાં સોની સમાજ, પ્રજાપતિ સમાજ, સુથાર સમાજ, સતવારા સમાજ, સીંધી સમાજ, પોલીસ સલાહકાર સમિતિ, ટ્રાફિક સલાહકાર સમિતિ, જેલ મધ્યસ્થ સલાહકાર સમિતિ, ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ, વિવેકાનંદ બોર્ડ, નહેરુ ચેરીટી કમિટિ સહિતના આગેવાનો તેમજ શહેરના વોર્ડ નં.1 તથા 2 ના ભાજપ અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓ મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવશે. આ મહાઆરતીના ઈન્ચાર્જ મહેશભાઇ રાઠોડ જવાબદારી સંભાળશે.