આવતીકાલે સવારે 10 કલાકે મેયર બંગલાથી વાજતે ગાજતે સિદ્ધિ વિનાયક ધામ લઈ જવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ ડો. માધવ દવેના વડપણ હેઠળ 10 દિવસ સુધી આયોજન કરાયું છે. મેયરના નિવાસસ્થાનેથી ડીજેના તાલે રાસની રમઝટ સાથે ભક્તિમય વાતાવરણમાં વાજતે ગાજતે વર્ણાગી નીકળશે. આ ગણેશ મહોત્સવમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટરો, સામાજિક-ધાર્મિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે.



