પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા પોલીસવાન ચાલકનો બચાવ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે રાત્રે 150 ફૂટ રિંગરોડ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ઓમનગર સર્કલ નજીક ઇછઝજ રોડ પર પોલીસ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસની જીજે-03-એજી-1979 નંબરની પોલીસ પીસીઆર વાન અને જીજે-03-ઇજી-6983 નંબરના બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સગીર પિયુષ જરીયાનું મોત થયું છે અને એક તરૂણને ઇજા પહોંચી છે.
- Advertisement -
આ અકસ્માતમાં પોલીસની પીસીઆર વાનમાં પણ આગળના ભાગે નુકશાન થયું છે. પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા પીસીઆરવાન ચાલકનો બચાવ થયો છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવરાત્રીના બંદોબસ્તમાં રાત્રે 12 વાગ્યા બાદ માઈક બંધ કરાવવા અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પીસીઆર વાનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બીઆરટીએસ રુટ પર મહાપૂજા ધામ સર્કલ (બાલાજી હોલ)થી ઓમનગર સર્કલ તરફ જતાં મેડીકેર હોસ્પિટલ સામે પહોંચતાં સામેથી અચાનક એક ડબલ સવારીમાં બીઆરટીએસ રુટ પર આવતું બાઈક પીસીઆર બોલેરો વાન સાથે ધડાકાભેર અથડાયું હતું, જેથી તુરંત પોલીસ સ્ટાફે વાનમાંથી ઉતરી જોતા રોડ પર પટકાયેલા બાઈકનાં ચાલકને માથાના ભાગે આંખ પાસે ઇજા પહોંચી હતી અને શરીરના અન્ય ભાગોમાં પણ ઇજા પહોંચી હતી.