મતદાન કરવા ભારે ઉત્સાહ, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ, સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા, પૂર્વ મેયર ડો.પ્રદીપભાઈ ડવ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના આગેવાનોએ મતદાન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બાર એસોસિએશનની 2023-24 ના વર્ષની વાર્ષિક ચુંટણી માટે આજે મતદાન થયું. આ ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે. સવારથી જ વકીલોએ કતારો લગાવી હતી. ભાજપ પ્રેરિત સમરસ પેનલ અને એક્ટિવ પેનલનો સીધો જંગ છે, મતદાનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી છે. રાત સુધીમાં પરિણામ જાહેર થશે.
બંન્ને પેનલોમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલમાં પ્રમુખ પદના ઉમેદવાર કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી તરીકે પી. સી. વ્યાસ, જ્યેન્દ્ર ગોંડલિયા (જોઇન્ટ સેક્રેટરી), આર. ડી. ઝાલા(ટ્રેઝરર), મેહુલ મહેતા(લાયબ્રેરી સેક્રેટરી), રેખાબેન પટેલ (મહિલા અનામત કારોબારી સભ્ય) અને કારોબારી સભ્યોમાં કૌશલ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમિતભાઈ વેકરીયા, પ્રવિણભાઇ સોલંકી, સાગરભાઈ હપાણી, અજયસિંહ ચૌહાણ, યશભાઈ ચોલેરા, વિશાલભાઈ કોટેચા, રણજીતભાઈ મકવાણા ઉમેદવાર છે.
- Advertisement -
સામે એક્ટિવ પેનલમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે બકુલ રાજાણી, ઉપપ્રમુખ તરીકે સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં ઉમેદવાર સુમીત વોરા, જોઇન્ટ સેક્રેટરી પદે કેતન મંડ, ટ્રેઝરર પદે દિવ્યેશભાઈ છગ, લાઈબ્રેરી સેક્રેટરી પદે સજય જોષી (સંજુબાબા), કારોબારી સભ્યોમાં વિમલ ડાંગર, તુષાર દવે, હિરલબેન જોશી, અજય પીપળીયા, પિયુષ સખીયા, શીગાળા નિતીન, ટોપીયા રીતેષ, પોપટ કૌશિક, ચેતન વિઠ્ઠલાપરા ઉમેદવાર છે. મહત્વનું છે કે આ ચૂંટણીમાં પ્રમુખ કોણ બનશે તેની જબરી ચર્ચા થઈ, ભાજપ પ્રેરિત સમરસ પેનલ માઈક્રો પ્લાનિંગ કરી પ્રચાર કરેલો. જ્યારે સામા પક્ષે એક્ટિવ પેનલના ઉમેદવારોએ પણ પાયાથી પકડ હોવાનો દાવો કરી પ્રચાર કરેલો. સમરસ પેનલ અને એક્ટિવ પેનલ બંનેએ પોતાની જીતનો દાવો કર્યો છે. જોકે રાત સુધીમાં પરિણામ મળી જશે.