ગુજરાત સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના ‘ત્રણ વાત તમારી ત્રણ અમારી’ ઝુંબેશ હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું જેમાં રાજકોટ શહેર ઇ.ચા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-01 જગદીશ બાંગરવા તથા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ.રાણે નાઓની ઉપસ્થિતીમાં પ્રજાની બહોળી સંખ્યાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને નાગરીકો વચ્ચે સમન્વય જળવાય અને નાગરીકોના પ્રશ્ર્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સ્થાનિક નાગરીકોની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને આ ‘ત્રણ વાત તમારી ત્રણ અમારી’ કાર્યક્રમમાં પ્રજાની ત્રણ વાત સાંભળવામાં આવી હતી. જે ત્રણ વાતો પોલીસ દ્વારા તેનો સમયસર નિરાકરણ લાવવા અર્થેની બાંહેધરી પોલીસ દ્વારા આપવામાં આવેલ હતી બાદ પોલીસની ત્રણ વાત કરવામાં આવેલ હતી જેમાં હાલમાં સાઇબર ક્રાઇમ ને લગતા ડીઝીટલ એરેસ્ટ ની ધમકી આપી ફોડ કરવામાં આવે છે તે બાબતે વિસ્તૃત માહીતી આપવામા આવેલ તથા પ્રજાને ઇ-એફ.આઇ.આર. બાબતે ઓનલાઇન ફરીયાદ કરી શકે તે બાબતે માહીતી આપવામાં આવી હતી.
રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ અમારી’ કાર્યક્રમ યોજાયો

Follow US
Find US on Social Medias