ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધ્રુવતારા એસ્ટ્રો ફાઉન્ડેશન લુધિયાનાના સંચાલિકા આચાર્યા અનિતા કાલિયા એવમ એમના પતિ બલવિન્દર કાલિયાના કુશળ નેતૃત્વમાં બાલી ઈન્ડોનેશિયાના સેમીનાયક ક્ષેત્રમાં સિન્સ સનસેટ હોટલમાં ઇન્ટરનેશનલ જ્યોતિષ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડોનેશિયાના સ્થાનિય જ્યોતિષ વિદ્વાનો સહિત ભારતના વિવિધ રાજ્યોનાં વિદ્વાન જ્યોતિષીઓએ ભાગ લીધો હતો. એમાં મુખ્ય રૂપથી દીપક ભટ્ટ (રાજકોટ, ગુજરાત), ડો. દિલબાગ ભાટીયા (હનુમાન ગઢ, રાજસ્થાન), ગોપાલ મિશ્રા (જયપુર, રાજસ્થાન), કાર્તિકેય સૂરી અને કિર્તી સૂરી (હિસાર, હરિયાણા), મનોહર લાલ અને શરબતી દેવી (લુધિયાના, પંજાબ) ઉલ્લેખનીય છે. આ મહાસંમેલનમાં વૈદિક જ્યોતિષ, અંક જ્યોતિષ, વાસ્તુ, લાલ કિતાબ, હસ્તરેખા, ટેરોટ કાર્ડ વગેરેના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આચાર્યા અનિતા કાલિયાના કરકમલો દ્વારા આવેલા તમામ વિદ્વાનોને સન્માન સાથે અનેક જ્યોતિષ રત્ન એવોર્ડ આપવામાં આવ્યા હતાં. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્યોતિષ અને સનાતન ધર્મનું પ્રચાર-પ્રસારનો હતો.