રાજકોટ – કોરોનાની બીજી લહેર બાદ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને કેવી રીતે ખાળીને સગર્ભા મહિલાઓને કોરોનાથી સંક્રમિત થતા બચાવી શકાય તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ સગર્ભા મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે સગર્ભા મહિલાઓને પણ વેક્સિન આપવાનો નિર્ણય લીધો છે.
આ અંગે આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ જિલ્લાના ૭ કેન્દ્રો પર સગર્ભા મહિલાઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેમાં ૭૮ સગર્ભા મહિલાઓ કોવિડ-19 પ્રતિરોધક વેક્સિન આપવામાં આવી. આ કેન્દ્રોમાં જસદણ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, ખીરસરા અને પડધરીનો સમાવેશ થાય છે. જેતપુર તાલુકામાં ૪૩ અને ગોંડલ તાલુકામાં ૦૯ સગર્ભા મહિલાઓના વેક્સિનેશન કરવામાં આવ્યા છે. આવતીકાલ તા. ૨૩-૦૭-૨૦૨૦૧થી ૭૫ જગ્યા પર વેક્સિનેશન કરવામાં આવશે. વેક્સિનેશન કેન્દ્રો સગર્ભાઓને લાઈનમાં રાહ જોવી ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સિનેશન આપ્યા બાદ આશાવર્કર બહેનો દ્વારા બે દિવસ સુધી સગર્ભાની તપાસ કરવામાં આવશે.