- ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવા, મહામંત્રીશ્રી વીણાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
- જીલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રીમતી રક્ષાબેન બોળીયા ઉપસ્થિત રહેશે.
રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સીમાબેન જોશી, મહામંત્રીશ્રીઓ જીજ્ઞાબેન પટેલ, શ્રી અસ્મિતાબેન રાખોલીયાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, કાલે તા.૪ ને શુક્રવાર સવારે ૧૧.૩૦ કલાકે રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય, ઢેબર રોડ, સ્વા.ગુરુકુળ સામે,રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકાબેન સરડવા તથા મહામંત્રીશ્રી વીણાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપા પ્રભારીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી રક્ષાબેન બોળીયા, જીલ્લા અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીશ્રીઓ નાગદાનભાઈ ચાવડા, શ્રી મનસુખભાઈ રામાણી, શ્રી મનીષભાઈ ચાંગેલા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
- Advertisement -
ઉપરોક્ત બેઠકમાં રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના મહિલા આગેવાનો સમયસર બેઠકમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.


