બામણબોર ચેકપોસ્ટ પાસે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચનો દરોડો
દારૂ, ટ્રક, મોબાઈલ સહિત 69 લાખનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે બામણબોર ચેકપોસ્ટ આગળ વોચ ગોઠવી 16,728 બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી લઈ ડ્રાયવરની ધરપકડ કરી 69,37,050 રૂપિયાનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં દારૂ ઘૂસાડતા બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, એસીપી બી બી બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને જાદવ સહિતની ટીમો પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઇ વિ ડી ડોડીયાની ટીમના દિલીપભાઇ બોરીચા, દીપકભાઈ ચૌહાણ અને વિશાલભાઈ દવેને મળેલી બાતમી આધારે બામણબોર ચેકપોસ્ટ આગળ વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતાં અટકાવી જડતી લેતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડનો 16,728 બોટલ દારૂ મળી આવતા પોલીસે ટ્રક ડ્રાયવર રાજસ્થાનના બાડમેરના પુરખસિહ સુજાનસિહ રાજપુરોહિતની ધરપકડ કરી 59 લાખનો દારૂ, ટ્રક, મોબાઈલ સહિત 69,37,050 રૂપિયાનો મુદામાલ કબજે કરી જે શખ્સ સાથે વોટ્સઅપ કોલમાં કોન્ટેક્ટમાં હતો તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.