આજે બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન સાધના દરમિયાન મનમાં વિશેષ ચિંતન ચાલ્યું. જીવનમાં તમસ, રજસ આ બંને પ્રકૃતિજન્ય ગુણો સાથે વર્ષો વિતાવ્યાં પછી હવે સત્ત્વ ગુણમાં જીવી રહ્યો છું, ત્યારે અનાયાસ તુલના થઇ જાય છે. સ્વાનુભવથી કહું છું કે તામસી જીવન કરતાં રાજસી જીવન ચડિયાતું છે અને આ બંને કરતાં સાત્વિક જીવન શ્રેષ્ઠ છે. સત્ત્વ ગુણમાં ટકી રહેવું હોય તો આપણા કરતાં ભિન્ન પ્રકૃતિવાળા મિત્રોનો સાથ છોડી દેવો જોઇએ, નહીંતર સંગદોષ લાગ્યા વગર રહેતો નથી. શીતળ ચંદ્રિકા સૌને ગમે છે પરંતુ રાતના સમયે ચોરી કરવા નીકળેલા ચોરને ચંદ્રનું અજવાળું પસંદ પડતું નથી, તેવી જ રીતે વિષયાસક્ત મનુષ્યને સાત્વિક ઉપદેશો ગમતા નથી; માટે એવા લોકોને દૂર રાખવા.
તામસી જીવન કરતાં રાજસી જીવન ચડિયાતું, આ બંને કરતાં સાત્વિક જીવન શ્રેષ્ઠ
Follow US
Find US on Social Medias