ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદ રહેશે
બનાસકાંઠા, સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
- Advertisement -
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં 39 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, મહીસાગર, અરવ્લી અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે.
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.