સરેરાશ ૪૨.૮૮ મી.મી. વરસાદ સાથે કુલ જળાશયોમાં ૩૬.૦૨ % પાણી
છાપરાવાડી -૧ મા ૧૧૦ મી.મી., વેરી પર પર સર્વાધિક ૧૩૫ મી.મી. નોંધાયો
રાજકોટ – રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ ભાદર ડેમ પર ૨૬ મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી ૨૨.૨૦ ફૂટ, મોજ ડેમ પર ૩૫ મી.મી. વરસાદ સાથે ૩૬.૮૦ ફૂટ, ફોફળ ડેમ પર ૧૮ મી.મી. વરસાદ સાથે ૦૮.૧૦ ફૂટ, વેણુ -૨ ડેમ પર ૨૩ મી.મી. વરસાદ સાથે ૧૪.૯૦ ફૂટ, આજી – ૧ ડેમ પર ૧૫ મી.મી. વરસાદ સાથે ૧૬.૮૦ ફૂટ, આજી – ૨ ડેમ પર ૫૦ મી.મી. વરસાદ સાથે ૩૦.૧૦ ફૂટ, આજી – ૩ ડેમ પર ૭૫ મી.મી. વરસાદ સાથે ૨૧.૪૦ ફૂટ, સોડવદર ડેમ ૧૧.૬૦ ફૂટ, સુરવો પર ૪૭ મી.મી. વરસાદ સાથે ૫.૧૦ ફૂટ, ડોડી ડેમ પર ૧૦ મી.મી. વરસાદ, વાછપરી, ગોડલી ડેમ પર ૪૫ મી.મી. વરસાદ સાથે ૩.૭૦ ફૂટ, વાછપરી પર ૬૦ મી.મી. વરસાદ, વેરી ડેમ પર ૧૩૫ મી.મી. વરસાદ સાથે ૯.૪૦ ફૂટ, ન્યારી -૧ ડેમ પર ૧૮ મી.મી સાથે સાથે જીવંત જળ સપાટી ૧૭.૧૦, ન્યારી – ૨ ડેમ પર ૩૫ મી.મી. વરસાદ સાથે ૧૩.૧૦ ફૂટ, મોતીસર ડેમ પર ૪૦ મી.મી. વરસાદ સાથે ૧૧.૮૦ ફૂટ, ફાડ્દંગબેટી ડેમ પર ૨૦ મી.મી. વરસાદ સાથે ૦.૩૦ ફૂટ, ખોડાપિપર ડેમ પર ૫૦ મી.મી. વરસાદ સાથે ૦૧.૧૦ ફૂટ, લાલપરી પર ૩૦ મી.મી. વરસાદ સાથે ૧૦ ફૂટ, છાપરાવાડી -૧ મા ૧૧૦ મી.મી. વરસાદ સાથે ૧૨.૭૦ ફૂટ, છાપરાવાડી -૨ મા ૫૫ મી.મી. વરસાદ સાથે ૨.૨૦ ફૂટ , ઈશ્વરીયા ૫૦ મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી ૫.૪૦ ફૂટ, કરમાળ પર ૫૦ મી.મી. વરસાદ, ભાદર – ૨ ડેમમાં ૨૦ મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી ૧૧.૫૦ ફૂટ, કર્ણકી ૫૫ મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી ૧૨.૫૦ ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૩૬.૦૨ % પાણી (૭૬૭૮ મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.