પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની નબળાઇ છતી થઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ ઉપર વરસાદ જોવા મળ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના રૈયા ગામ અને લાઈટ હાઉસ, KKV ચોક અને ઈન્દિરા સર્કલ પાસેના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે.
વરસાદને પગલે અનેક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વિરવા ગામમાં ખરાબ રોડ-રસ્તાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરવા ગામે સ્થાનિક લોકો તેમજ વિવિધ ઈન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નહીં હોવાનો આરોપ લગાવાયો હતો. એટલું જ નહીં, આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચિમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.