ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ આવશે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છે. તેમજ અરવલ્લી, મહીસાગર, દીવમાં વરસાદ ખાબકી શકે છે. દમણ દાદરા નગર હવેલી સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. જેમાં આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. તથા અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદ રહેશે. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
- Advertisement -
ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.