ખાસ-ખબર સંવાદદાતા
રાજુલાના બર્બટાણા રેલ્વે જંકશન ખાતે રેલ્વે સલાહકાર સમિતિની બેઠકનુ આયોજન કરવામા આવ્યું હતું. આ બેઠક રાજુલા રેલ્વે સ્ટેશન માસ્ટર ક્રિષ્ના મોહનની અઘ્યક્ષતામા રેલ્વે સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમા સલાહકાર સમિતિના સભ્યો દ્વારા અધિકારીઓની હાજરીમા રજૂ કર્યા હતાં જેમા મહુવા સુરત ટ્રેનને ડેઇલી બાંદ્રા સુધી ચાલુ કરવા, રાજુલા જંકશન રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 ની સામે પ્લેટફોર્મ નંબર-2 ઝડપથી બને અને એ બાજુ પેસેન્જર ટ્રેન આવે જેથી ફાટક બંધ હોય તો પણ મુસાફરોને તકલીફ ન પડે, પીપાવાવ ગાંધીગ્રામ ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવી તેમજ પીપાવાવ હરિદ્વાર વિકલી ટ્રેન ચાલુ કરવા સહિતના પ્રશ્નનુ નીરાકરણ કરવા માટે માંગ કરી હતી. આ તકે સલાહકાર સમિતિના સભ્ય જીગ્નેશભાઇ પટેલ, બકુલભાઇ વોરા, રવુભાઇ ખુમાણ, હરસુરભાઇ લાખણોત્રા, સાગરભાઇ સરવૈયા દ્વારા રેલ્વે બાબતોએ વિવિધ પ્રશ્નો રજૂ કરવામા આવ્યાં હતાં.