16 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ ફટકારતી ફૂડ શાખા
ખાસ-ખબર સંવાદદાતા
વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના પુજારા પ્લોટ મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાણી-પીણીના ધંધાર્થિઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 14 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી તેમજ ચકાસણી દરમ્યાન 5 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી હતી. વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના કાન્તા સ્ત્રિ વિકાશ મેઈન રોડ પુજારા પ્લોટ મેઈન રોડ વિસ્તારમાં આવેલા ચામુંડા પાન ,ડીલક્સ પાન ,સંસ્ક્રુતિ સ્પે.
- Advertisement -
કુલડ ચા, જનતા પાન કોલ્ડ્રિંક્સ, પ્રતિક્ષા આયુર્વેદિક -લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી તથા જલારામ બ્રેકર્સ, ચિરાગ મેડિકલ સ્ટોર,જય માતાજી ,સહજાનંદ મેડિકલ સ્ટોર, પ્રણાલી મેડિસિન, ઓમ પાન કોલ્ડ્રિંક્સ, વ્રુંદાવન ડેરી, બાલાજી કોલ્ડ્રિંક્સ સેંડવિચને ત્યાં અને લક્કિ ગોલાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઊપરાંત માવા મલાઈ કેન્ડી , રાજસ્થાન સુપર માટલા કુલ્ફિ ,કેરીનો રસ,ભગવતી રસ,ભેસનુ દુધ,
મીક્સ દુધ સહિતનાઓ ને ત્યા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લાખનો બંગલોવાળો રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 19 ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ થતાં આઇસક્રિમ, ઠંડાપીણાં, દૂધ, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ 16 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપી હતી .
તેમજ શ્રી રામ ચાઇનીઝ પંજાબી, શ્રી રામ પાઉંભાજી, મસ્ત ભૂંગળા બટેટા, ડિલક્સ પાન કોલ્ડ્રિંકસ, સીતારામ ગોલા, દ્વારકેશ શેરડીનો રસ, પંચનાથ નમકીન, મહાદેવ અમુલ પાર્લર, મોગલ પાન કોલ્ડ્રિંક્સ, આશીર્વાદ પ્રોવિઝન સ્ટોર, જલારામ જનરલ સ્ટોર, જય સિયારામ વડાપાઉ સહિતના સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી



