ઠંડાપીણાંના વેપારીઓને ત્યાં પણ ફૂડ વિભાગ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નંદનવન મેઇન રોડ, મવડી વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી.
- Advertisement -
જેમાં મિલન ખમણ, શ્રીજી કેક શોપ, શ્રીજી આઇસ્ક્રીમ, શિવ રામકૃપા ગોલાવાળા, ખોડલ મૈસૂર ફેંન્સી ઢોસા, શ્રીનાથજી કોઠી આઇસક્રીમ, બજરંગ પાન કોલ્ડ્રિંક્સ, ઓમ ડ્રાયફ્રુટ વર્લ્ડ, રસરંજન આઇસ્ક્રીમ, ડી. કે. લાઇવ બેકરી, કિરણ બેકર્સ, એવરેસ્ટ કોલ્ડ હાઉસ, શિવ સુપર માર્કેટ, આઇ વરૂડી ડેરી ફાર્મ, મૈત્રી ખાખરા, નંદનવન ડેરી ફાર્મ, મનમંદિર ડેરી ફાર્મ, ડિલક્સ શિંગોળા પાન, પટેલ પાણીપુરી, ગીતા પ્રોવિઝન સ્ટોરની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી અને મોમાઇ ડેરી ફાર્મ, શુભ ફુડ મોલમાંથી ભેંસનું દૂધ અને ખાંડ (લૂઝ)ના નમૂનાઓ લેવામાં આવ્યા છે.