મચ્છરજન્ય રોગો સામે સતત કામગીરી; 7,572 ઘરોમાં પોરાનાશક અને 786 ઘરોમાં ફોગીંગ કરાયું, જન સહકારની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા (છખઈ)ના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને નિયંત્રણમાં લેવા માટે ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા છે. તંત્ર દ્વારા જાહેર આરોગ્યના પડકારને પહોંચી વળવા માટે સતત વાહક નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.
તા. 01/12/2025 થી 07/12/2025 દરમિયાન, પોરાનાશક કામગીરી હેઠળ 7,572 ઘરોમાં તપાસ કરવામાં આવી હતી, જ્યારે ફિલ્ડવર્કરો દ્વારા 786 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે.
વધુમાં, વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા સંવેદનશીલ વિસ્તારો અને વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોને આવરી લેવાયા છે.
આ અઠવાડિયામાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 60 અને કોમર્શિયલ 19 મળીને કુલ 137 આસામીઓને નોટિસ આપવામાં આવી છે અને વહીવટી ચાર્જની વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. કોમર્શિયલ પ્રીમાઇસીસ (હોસ્પિટલ, સ્કૂલ, હોટેલ, બાંધકામ સાઇટ વગેરે) માં પણ તપાસ હાથ ધરાઈ હતી.
આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુનો એક નવો કેસ નોંધાયો હતો, જ્યારે વર્ષ 2025માં કુલ 79 ડેન્ગ્યુ, 22 મેલેરિયા અને 13 ચિકુનગુનિયાના કેસ નોંધાયા છે. છખઈએ લોકોને તેમની જીવનશૈલી સુધારીને સહકાર આપવા અપીલ કરી છે.



