ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસો, માટી, રેતી પથ્થર સહિતની ખનિજ સોટી લૂંટાય રહી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીની કામગીરીને લઈને હવે જિલ્લાભરમાં એની પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન કરતા ઈસમો પર કાર્યવાહી શરૂ કરવી પડી હતી. ત્યારે મૂળી તાલુકાના વગડીયા ગામે સેન્ડ સ્ટોનનું ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને મળતા તેઓ દ્વારા મૂળી મામલતદારને જાણ કરી હતી જેને લઇ મૂળી મામલતદાર સહિતની ટીમ દ્વારા વગડીયા ગામે ચાલતા ગેરકાયદેસર સેન્ડ સ્ટોનના ખનન પર દરોડો કરી એક હિટાચી મશીન સહિત કુલ 45 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ખનન કરનાર ખનિજ માફિયા સામે કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળીના વગડીયા સેન્ડ સ્ટોનના ગેરકાયદે ખનન પર દરોડો



