સ્થાનિક પોલીસના દરોડામાં સાત વિરુઘ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ગુરુકુળ ચોકડી નજીક કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસના પી.પી.ખુંટી, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ, નરેશભાઈ ભોજિયા સહિતનાઓ દ્વારા દરોડો કરતા જુગાર રમતા ઈસમોના નાસભાગ મચી જવા પામી હતી છતાં સ્થાનિક પોલીસે નવઘણભાઈ હીરાભાઈ મુંધવા તથા લખમણભાઇ ગોકળભાઇ સાનિયા રહે: બંને ધ્રાંગધ્રા વાળાને રોકડ 31200 રૂપિયાના સાથે ઝડપી લીધા હતા જ્યારે નાશી ગયેલ રાહુલભાઈ રાજાભાઈ મેવાડા, સતીશભાઈ છેલભાઈ મેવાડા, ભીમાભાઇ રાણાભાઈ મેવાડા, મુન્નાભાઈ ગોકુલભાઈ સાનિયા તથા મહેશભાઈ ખીમાભાઇ મેવાડા સહિત કુલ સાત વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -



