રાહુલના BJP પર પ્રહાર, કહ્યું- શિવાજી મહારાજનો વિશ્ર્વને સંદેશ હતો કે દેશ બધાનો છે; ભાજપ શિવાજીના વિચારોને માનતું નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં લોકોને ડરાવીને અને બંધારણ ખતમ કર્યા પછી શિવાજી મહારાજ સામે ઝૂકવાનો કોઈ ફાયદો નથી. રાહુલે કોલ્હાપુરમાં શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. રાહુલે કહ્યું- ઈરાદો દેખાઈ રહ્યો છે. તેને છુપાવી શકતો નથી. તેમણે મૂર્તિ બનાવી અને થોડા દિવસો પછી તે તૂટી ગઈ. તેમના ઇરાદા ખોટા હતા.
શિવાજી મહારાજની પ્રતિમાએ સંદેશ આપ્યો હતો કે પ્રતિમા બનાવશો તો શિવાજીની વિચારધારાની રક્ષા પણ કરવી પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે વિચારધારાની લડાઈ છે જે શિવાજી મહારાજે લડી હતી. ભાજપ શિવાજી મહારાજના વિચારોમાં માનતુ નથી. આ લોકો 24 કલાક વિચારધારા વિરુદ્ધ કામ કરે છે. અમારી લડાઈ બંધારણને બચાવવાની છે.
- Advertisement -
રાહુલની આ મુલાકાત વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે. રાહુલ અગાઉ 4 ઓક્ટોબરે કોલ્હાપુર આવવાના હતા, પરંતુ તેમના પ્લેનમાં ટેકનિકલ સમસ્યાના કારણે તેઓ આવી શક્યા ન હતા.
શિવાજી મહારાજે દેશ અને દુનિયાને શું સંદેશ આપ્યો. સૌથી પહેલા તેમણે કહ્યું હતું કે દેશ દરેકનો છે. બધાને સાથે લઈને ચાલવાનું છે.
અન્યાય ન કરો. પરંતુ આજે તેમની વિચારસરણીનું પ્રતીક શું છે તે વિશે વિચારીએ તો તે આ બંધારણ છે. શિવાજી મહારાજે જે કહ્યું હતું, 21મી સદીમાં તેનું ટ્રાન્સલેશન બંધારણ છે. બંધારણ તેમની વિચારસરણીમાંથી આવ્યું છે. જો શિવાજી અને શાહુજી મહારાજ જેવા લોકો ન હોત તો બંધારણ ન હોત. આજે અહીં પ્રતિમાનું અનાવરણ કરાયું છે. શિવાજી મહારાજની. આ માત્ર પ્રતિમા નથી. જ્યારે આપણે વ્યક્તિની વિચારધારા અને તેના કાર્યોને પૂરા દિલથી સમર્થન આપીએ છીએ ત્યારે મૂર્તિ બનાવવામાં આવે છે. અમે અહીં આવ્યા અને પ્રતિમાનું અનાવરણ કર્યું. છત્રપતિ શિવાજી મહારાજનો વિશ્વને સંદેશ હતો કે દેશ દરેકનો છે.