કોંગ્રેસના રાષ્ટ્રીય વડા રાહુલ ગાંધીની સુરક્ષામાં ફરી એક વખત ક્ષતિ સર્જાઈ છે. રાહુલ ગાંધી આજે પંજાબમાં હોશિયારપુરમાં ભારત જોડો યાત્રામાં આગળ વધી રહ્યા હતા તે સમયે જ અચાનક જ દોડી આવેલા યુવકે સુરક્ષાગાર્ડને ચકમો આપીને રાહુલ ગાંધીને ભેટી પડયો હતો.
રાહુલ પણ બે સેકંડ માટે હેબતાઈ ગયા હતા પરંતુ તુર્તજ કાર્યકર્તાઓએ આ યુવકને દુર કર્યો હતો અને સુરક્ષા જવાનોને સોંપી દીધો હતો. હાલમાં જ કોંગ્રેસ પક્ષે ફરિયાદ કરી હતી કે રાહુલની સુરક્ષામાં યોગ્ય સાવચેતી લેવાતી નથી.
- Advertisement -
#WATCH | Punjab: A man tried to hug Congress MP Rahul Gandhi, during Bharat Jodo Yatra in Hoshiarpur, was later pulled away by workers.
(Source: Congress social media) pic.twitter.com/aybyojZ1ps
— ANI (@ANI) January 17, 2023
- Advertisement -
તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો કે, રાહુલ વારંવાર સુરક્ષાના નિયમો તોડીને લોકો વચ્ચે દોડી જાય છે અને તેને કારણે તેમના પર જોખમ છે. આ વચ્ચે જ આજે રાહુલ સુધી એક યુવક પહોંચી શકયો તે બાદ હવે ભારત જોડો યાત્રામાં રાહુલની સુરક્ષા સામે નવો પ્રશ્ન ઉભો થયો છે.