‘જો રાહુલે અધ્યક્ષ પદ છોડી દીધું છે તો તમામ નિર્ણયો એ શા માટે લે છે, ભારત જોડો યાત્રાનું નેતૃત્વ એ શા માટે કરે છે?’
રાહુલ મીટિંગ છોડીને જોગિંગ માટે જતા રહેતા: સરમા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભારે મોટા ટીકાકાર ગણાય છે. આશરે 2 દસકા સુધી કોંગ્રેસમાં રહીને 2015માં ભાજપમાં જોડાયેલા સરમાએ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ વચ્ચે ફરી એક વખત રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે રાહુલ ગાંધીને રાજનીતિ માટે અનફીટ ગણાવી દીધા છે. સરમાના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીમાં વ્યવસ્થિત ગંભીરતાનો અભાવ છે. તેઓ કોઈ પણ પ્રકારની જવાબદારી વગર જ સત્તા મેળવવા ઈચ્છે છે. તેઓ રાજનીતિ માટે યોગ્ય નથી.
સરમાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન એવો દાવો કર્યો હતો કે, તેમણે કોંગ્રેસી નેતૃત્વને તેઓ કોઈ પણ પ્રકારના સુધારા વગર પૂર્વોત્તર ગુમાવશે તેમ જણાવ્યું હતું. સરમાએ રાહુલ ગાંધી પર તેઓ એક સામંતી સ્વામી જેવો વ્યવહાર કરતા હોવાનો અને અહંકારી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
સીએમ સરમાના કહેવા પ્રમાણે ‘સૌથી પહેલી વાત એ કે, રાહુલ ગાંધી રાજકારણ માટે યોગ્ય નથી. સંભવત: તેઓ તેમને જે કામ ન કરવું જોઈએ તે કરી રહ્યા છે. રાહુલ ગાંધી ઘણી વખત બેઠક અધૂરી છોડીને જોગિંગ માટે જતા રહે છે અથવા તો અચાનક જ બીજા રૂમમાં જઈને અડધા કલાક બાદ પરત આવે છે. તેમનામાં વ્યવસ્થિત ગંભીરતાનો અભાવ છે.’