કોંગ્રેસે બુધવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકના મામલે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યા બાદ હવે આ અંગે CRPFએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબ સોંપ્યો
કોંગ્રેસે બુધવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકના મામલે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. આ અંગે CRPFએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબ સોંપ્યો છે. CRPFએ ગૃહ મંત્રાલયને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધીમાં 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. CRPF અનુસાર ભારત જોડો યાત્રા દરમિયાન પણ આવું ઘણી વખત બન્યું છે.
- Advertisement -
Security arrangements have been fully made for Rahul Gandhi. It may be pointed out that during visits of the protectee the required security arrangements are made by the CRPF in coordination with state police & security agencies: CRPF
— ANI (@ANI) December 29, 2022
- Advertisement -
શું કહ્યું CRPFએ ?
CRPFએ કોંગ્રેસના આરોપો પર ગૃહ મંત્રાલયને કહ્યું કે, ગાઈડલાઈન અનુસાર રાહુલ ગાંધીની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીઆરપીએફના જણાવ્યા અનુસાર, પ્રવાસ પર આવનાર વ્યક્તિની સુરક્ષા રાજ્ય પોલીસ સાથે સંકલન કરીને સીઆરપીએફની જવાબદારી છે. મૂલ્યાંકનના આધારે ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકોને સલાહ આપવામાં આવી છે.
શું કહ્યું હતું કોંગ્રેસે ?
વાસ્તવમાં કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સુરક્ષામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ મહાસચિવે પત્રમાં લખ્યું છે કે, યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચી પછી રાહુલ ગાંધીની સુરક્ષામાં ઘણી વખત ભંગ થયો હતો અને દિલ્હી પોલીસ ભીડને નિયંત્રિત કરવામાં અને તેમની આસપાસ સુરક્ષા કોર્ડન જાળવવામાં નિષ્ફળ રહી હતી. રાહુલ ગાંધીને Z પ્લસ સુરક્ષા મળી છે. કેસી વેણુગોપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ પછી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. ભારત યાત્રામાં સામેલ કોંગ્રેસના કાર્યકરો અને મુસાફરોને સુરક્ષા બંદોબસ્ત કરવો પડ્યો હતો.