ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના વેક્સિન લગાવવાનું કામ જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે ભારતમાં કદાચ કોરોના મહામારીનો ખરાબ સમય પૂર્ણ થઈ રહ્યો છે. જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં ભારત તેના નાગરિકોને વેક્સિન આપવાની સ્થિતિમાં હશે.
હર્ષવર્ધને રવિવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે કે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે, હવે આપણે એ સ્થિતિમાં પહોંચી ચૂક્યા છે. જોકે અમારી પ્રાથમિકતા છે કે વેક્સિન સુરક્ષિત અને ઇફેક્ટિવ રહે, એ બાબતે અમે કોઈપણ પ્રકારનું સમાધાન નહિ કરીએ.
તેમણે કહ્યું હતું, કેટલાક મહિના પહેલાં દેશમાં કોરોનાના 10 લાખ એક્ટિવ કેસ હતા, જે હવે ત્રણ લાખ છે. સંક્રમણના એક કરોડ કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. એમાંથી 95 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ વિશ્વમાં સૌથી વધુ છે. મને લાગે છે કે જેટલી તકલીફથી આપણે પસાર થયા છે તે હવે સમાપ્ત થવાની દિશામાં છે.
તેમણે વધુમાં કહ્યું, ભારત સરકાર છેલ્લા ચાર મહિનાથી રાજ્ય સરકારની સાથે મળીને રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર વેક્સિનેશનની તૈયારીઓ કરી રહી છે. 260 જિલ્લામાં 20 હજાર વર્કર્સને તેની ટ્રેનિંગ આપવામાં આવી. આપણી કોશિશ રહેશે કે પ્રાથમિકતામાં સામેલ દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં આવે. જોકે કોઈ તેને લેવા માગતું ન હોય તો તેની પર દબાણ કરવામાં આવશે નહિ.
ભારતને પોલિયોની જેમ કોરોનામુકત કરવું શકય છે ? એ અંગેના સવાલ પર કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ પોલિયો અને ઈઘટઈંઉ-19 અલગ-અલગ બીમારીઓ છે. પોલિયોને સમાપ્ત કરવો એ વૈજ્ઞાનિક રીતે શક્ય હતું. કોરોના વાઈરસના કેસ પણ ઘટશે.


