રઘુના કામના લીધે ખેલાડીઓ કોઈપણ પ્રકારના ડર વિના બોલિંગ અને ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભારતે ઝ20 વર્લ્ડ કપ 2022ની સુપર-12 મેચમાં બાંગ્લાદેશને એડિલેડ ખાતે 5 રને હરાવ્યું છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન કર્યા હતા. તે બાદ વરસાદને લીધે ઓવર્સ કપાઈ હતી અને બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો રિવાઇઝડ ટાર્ગેટ મળ્યો હતો. તે 145 રન જ કરી શક્યા અને ભારતે 5 રને મેચ જીતી હતી. આ જીત સાથે ભારતના 6 પોઈન્ટ્સ થઈ ગયા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. તે પોતાના ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમશે. વરસાદ બાદ મેચ શરૂ થઈ, જ્યાં ટીમ ઈન્ડિયા મેદાનની અંદર બાંગ્લાદેશ સામે લડી રહી હતી, ત્યારે એક વ્યક્તિ હાથમાં બ્રશ લઈને બાઉન્ડ્રીની આસપાસ ચક્કર લગાવી રહ્યો હતો પરંતુ લક્ષ્ય માત્ર એક ટીમ ઈન્ડિયાને જિતાડવાની છે. ટીમ ઇન્ડિયાને નેટ્સમાં થ્રો-ડાઉન દ્વારા પ્રેક્ટિસ કરાવનાર રઘુએ ચાલુ મેચે ટીમને મદદ કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. તે હાથમાં બ્રશ લઈને બાઉન્ડરી પર ફરી રહ્યો હતો. જેથી જે ખેલાડીઓના બુટ ભીની માટીમાં ફસાઈ રહ્યા હતા, તેમને સાફ કરીને સ્પાઇક સરખી કરી શકે, જેથી ખેલાડીઓ કોઈપણ પ્રકારના ડર વિના બોલિંગ અને ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.