પાકિસ્તાનની ટોચની હિરોઈન માહિરા ફવાદ ખાન સાથેની ‘હમસફર’ સિરિયલથી પણ ભારતમાં જાણીતી
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના ડોન લતીફની જિંદગી પરથી બનેલી શાહરુખ ખાનની ફિલ્મ ’રઈસ’માં તેની હિરોઈન બનેલી માહિરા ખાન આવતા મહિને લગ્ન કરવાની છે. માહિરાનાં આ બીજાં લગ્ન હશે. આ પહેલાં તે અલી અસકારીને પરણી હતી. જોકે, 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેને અઝલાન નામનો એક પુત્ર પણ છે. માહિરા બહુ લાંબા સમયથી સલીમ કરીમ સાથે રિલેશનશિપમાં છે. હવે આવતા મહિને બંનેએ લગ્ન કરવાનો ફેંસલો કર્યો છે. તેઓ એક સાદા સમારંભમાં લગ્ન કરશે જેમાં બહુ નજીકના મિત્રો તથા પરિવારજનોને જ નોતરું અપાશે. માહિરા અને સલીમ કરીમનાં સંબંધો પહેલેથી બહુ પ્રચલિત હતા.
- Advertisement -
જોકે, માહિરાએ બહુ થોડા સમય પહેલાં જ આ સંબંધોને સત્તાવાર રીતે સ્વીકાર્યા હતા. ભારતમાં માહિરા ફવાદ ખાન સાથેની તેની સિરિયલ ’હમસફર’ના કારણે પણ જાણીતી છે. તેની એક ફિલ્મ ’ધી લિજેન્ડ ઓફ મૌલા બટ’ પણ ભારતમાં રીલીઝ થવાની હતી ત્યારે બહુ વિવાદ થયો હતો. માહિરા ’ચુડૈલ્સ’ નામની બેવ સીરીઝમાં પણ દેખાઈ હતી. હાલમાં તેની ’રઝિયા’ ફિલ્મ પાકિસ્તાનમાં રીલીઝ થઈ છે. તેની હવે પછીની ફિલ્મ ’નીલોફર’ની પણ ઉત્સુકતા પૂર્વક રાહ જોવાય છે.