રામોત્સવ રથયાત્રા સમિતિના અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારા, ઉપાધ્યક્ષ તરીકે સુજીતભાઇ ઉદાણીની નિમણુક
ધર્મયાત્રા અધ્યક્ષ તરીકે દિપકભાઇ બાબરીયાને જવાબદારી સોંપાઇ : પરેશ રુપારેલીયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રામરાજ્યની કલ્પના સાથે અનેક વર્ષોથી રામનવમીનો ઉત્સવ ખુબ જ ભવ્ય રીતે રાજકોટમા ઉજવવામા આવે છે. આ વર્ષે પણ રામનવમીની ઉજવણી ભવ્ય રીતે થાય તેવા પ્રયત્નો રામોત્સવ રથયાત્રા સમીતી – 2026 દ્વારા કરવામા આવી રહ્યા છે. સંગઠનના તથા સામાજિક શ્રેષ્ઠિ જેમકે માવજીભાઈ ડોડીયા, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, ભુપતભાઇ ગોવાણી, વનરાજભાઈ ગરૈયા, અશોકસિંહ ડોડીયા, પ્રફુલભાઇ નડિયાપરા, પ્રકાશભાઇ પનારા, રાજાભાઇ (વાવડી), ગૌતમભાઇ ધમસાણીયા, વિનુભાઇ ટિલાવત, ક્રુણાલભાઇ વ્યાસ, વિજયભાઇ વાંક વગેરેના માર્ગદર્શન અને પ્રેરણા તથા ધર્માધ્યક્ષ મહંત રાધેશ્યામ બાપુ. સમાજના દરેક વર્ગના લોકોને અને સમસ્ત સનાતની સમાજને એક અને સમરસ કરવાના હેતુથી રામોત્સવ રથાયત્રા સમીતી દ્વારા કેટલાક નિર્ણાયક પગલા લેવામા આવ્યા હતા. તે અંતર્ગત સર્વાનુમતે કૌશીકભાઇ સરધારાને સમીતીના અધ્યક્ષ, સુજીતભાઇ ઉદાણીને ઉપાધ્યક્ષ તથા દિપકભાઇ બાબરીયાને ધર્મયાત્રાના અધ્યક્ષ તરકે નિમણુક કરવામા આવી હતી તેમ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહ મંત્રી પરેશભાઇ રુપારેલિયાએ જણાવ્યુ હતુ.
કૌશિકભાઇ સરધારા ખુબજ ઉત્સાહી, સેવાભાવી અને ધર્મનિષ્ઠ વ્યક્તી છે. તેઓ તેઓ હિંદુ સનાતન પરમ્પરા અનુસાર થતા દરેક ધાર્મીક, સામાજિક અને સંસ્ક્રુતીક કાર્યક્રમો મા તન, મન, ધન થી સેવા આપવા હમેશને માટે તત્પર હોય છે. તેઓ વિશ્વ હિંદુ પરિષદમા રાજકોટ પશ્ચિમ જિલ્લામા જિલ્લાના મંદિર અર્ચક પુરોહીત સંપર્ક પ્રમુખ તરીકેની જવાબદારી પણ કુશળતા પુર્વક નિભાવી રહ્યા છે. કૌશિકભાઇ જેઓ પ્રમુખ બિલ્ડર્સના માલિક છે તેઓ અનેક સેવાકિય, સામાજીક તથા ધાર્મીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તથા અનેક સેવાકાર્યોમાં તેમનુ મહત્વનુ યોગદાન હોય છે. તેઓ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન – ઢેબર રોડ, યોગીધામ ગુરુકુળ, જગ્ગનાથ મંદીર નાના મોવા, બાલાજી મંદીર ભુપેંદ્ર રોડ, ગિર ગંગા પરીવાર ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હોવા ઉપરાંત તેનો કાર્યભાર પણ નિભાવી રહ્યા છે. દર વર્ષે દાદા ગુરુની યાત્રામા મધ્યપ્રદેશથી ગુજરાતની બોર્ડર સુધીની જવાબદારીમા પણ મહત્વનો ભાગ ભજવે છે. સેવાભાવી અને પ્રખર હિંદુવાદી વ્યક્તિત્વ ધરાવતા કૌશિકભાઇ સરધારા સંગઠનના કોઇ પણ કામ માટે હઁમેશને માટે તૈયાર હોય છે. જીલ્લાના તથા મહાનગરના તમામ કાર્યકર્તાઓ સાથે આત્મિયતા અને લાગણી ધરાવતા કૌશિકભાઇ હિંદુત્વ તથા દેશ હિતના દરેક કાર્યોમા ખુબ સક્રીય રિતે કામ કરતા હોય છે.
સુજીતભાઇ ઉદાણી ખુબ જ સેવાભાવિ અને કર્મ નિષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. સમાજ સેવા અને રાષ્ટ્ર હિતના કાર્યોમા હમેશા અગ્રેસર રહે છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. તેઓ પોતાની પારીવારિક, વ્યવસાયિક અને સામાજીક જવાબદારીઓને ખુબ જ કુશળતા પુર્વક નિભાવિને સમાજમા આગવી ઓળખ ધરાવે છે. તેઓ રાજકોટ બિલ્ડર એસોસીયેશનના મંત્રી ઉપરાંત ગુજરાત બિલ્ડર એસોસીયેશનના ઉપાધ્યક્ષ પદે પણ જવાબદારી નિભાવે છે. જૈનમ સંસ્થાન, બોલબાલા ટ્રસ્ટ, ગિરગંગા ટ્રસ્ટ જેવી અનેક સંસ્થાઓ સાથે વર્ષોથી જોડાયેલા હોવા ઉપરાંત તમામ પ્રકારની સેવાકિય પ્રવૃતીઓમા સક્રીય રહે છે.
દિપકભાઇ બાબરીયા પોતે કોળી સમાજના અગ્રણી છે. તેઓ અનેક પ્રકારની ધાર્મીક અને સામાજીક પ્રવૃતીમા હંમેશા અગ્રેસર રહે છે. ગૌમાતા પ્રત્યે અનેરો પ્રેમ ધરાવતા દિપકભાઇ પ્રખર ગૌ ભક્ત અને ગૌ સેવક છે. ગૌ સેવા માટે તેઓ સતત અને હર હંમેશ તૈયાર રહે છે. વ્યવસાયે તેઓ બિલ્ડર છે. ઘણી બધી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોવા ઉપરાંત તેઓ દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરીને થેલેસેમીયા ગ્રસ્ત બાળકોની સેવા કરે છે. સેવા પરમો ધર્મના હિમાયતી એવા દીપકભાઇ, ધર્મ રક્ષા અને દેશ સેવાના કાર્યોમા મોખરે રહે છે.
આ વર્ષે રામનવમી નિમિતેની રામોત્સવ રથયાત્રાને અનેરી અને અનોખી બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદના અનેક કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો તનતોડ મહેનત કરી રહ્યા છે. હાલ બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. જેમા હેનિલસિંહ પરમાર, મનિષભાઇ વડેરીયા, દિનેશભાઇ ચારણીયા, હર્ષ મુથ્રેજા, ધનરાજભાઇ રાઘાણી, રવિંદ્રભાઇ બડગુજર, લલીતભાઇ ગોહેલ, ધ્વનિતભાઇ સરવૈયા, જયદીપભાઇ વિસપરા, પ્રદીપભાઇ ચૌહાણ, ડો. રવીભાઇ પાટડીયા, જીતેંદ્રભાઇ વેગડા, ધર્મેશભાઇ ગોહેલ, અંકુરભાઇ, રાહુલભાઇ જાની, વિપુલભાઇ ગજ્જર, સંજયભાઇ ગઢવી, કુલદીપભાઇ બારોટ ઉપરાંત મીતાબેન સોમૈયા, સોનલબેન ચારણીયા, મનિષાબેન પંડ્યા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.



