મનપાના દબાણ શાખાની આકરી કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા 11 દિવસમાં 1.61 લાખની રકમ દંડ પેટે વસૂલી છે. જયારે 1182 કિલો વાસી શાકભાજીનો સ્થળ પર નાશ કર્યો છે. આ કામગીરી તારીખ 19થી 30 એપ્રિલ દરમિયાન કરવામાં આવી છે. રસ્તા પર નડતર રૂપ 52 રેકડી, કેબીન તે હનુમાનમઢી રૈયા સ્મશાન, ભિમનગર મેઈન રોડ, યુનિ.રોડ, પંચાયત ચોક રોડ, છોટુનગર,વાણીયાવાડી-4 શેરી નં.5 ને ખુણે, ગાયત્રીનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 285 પરચુરણ ચીજ વસ્તુઓ જે જ્યુબેલી માર્કેટ,જંકશન રોડ,મધુરમ હોસ્પિટલ, એરપોર્ટે રોડ,જામનગર રોડ,મવડી મેઈન રોડ,પરાબજાર, રૈયાનાકા ટાવર,ગરુડ ગરબી ચોક,પોસ્ટ ઓફિસ રોડ,કેશરી પુલ,જુની સોની બજાર, કોઠારીયા સોલવન્ટ,સેટેલાઈટ મેઈન રોડ, 50ફુટ રિંગ રોડ ડી માર્ટ,મારૂતીનગર મેઈન રોડ,યુનિ.રોડ, જીવરાજ પાર્ક, પાર્ક, નાના મૌવા,રૈયા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, 1182 કી.ગ્રા. શાકભાજી-ફળો તે જ્યુબેલી, જંકશન, હોસ્પીટલ ચોક,ધરાર માર્કેટ, ચંદ્રેશનગર રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, રૂ.1,61,300 મંડપ કમાન છાજલી ચાર્જ તે જ્યુબેલી, રેસકોર્ષ,મોટી ટાકી ચોક, રામનગર,ગોંડલ રોડ,પાલડી રોડ રામનાથ પરા,યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, રામાપીર ચોકડી પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો. રૂ.58,000/-વહીવટી ચાર્જ તે કોઠારીયા રોડ, ફુલછાબ ચોક, કોઠારીયા રોડ,કેશરી પુલ, હેમુદસ્તુર ગોકુલધામ મેઈન રોડ, હોસ્પિટલ રોડ, ઢેબર રોડ, ગીતા મંદીર રોડ,સદર બજાર મેઈન રોડ,જુની પ્રાંત ઓફિસ, મોરબી રોડ, ચુનારાવાડ ચોક, પેડક રોડ, ડી માર્ટ.પુષ્કરધામ રોડ, કુવાડવા રોડ,પરથી જપ્ત કરવામા આવ્યા હતા.



