ગાર્ડનમાં ખુલ્લેઆમ ફેરીયાવાળા રમી રહ્યા છે જુગાર
રાજકોટનું રેસકોર્ષ ગાર્ડન કે જે બાળકોનાં આનંદ માટે બનાવવામાં આવ્યું છે, ત્યારે રાજકોટની શાન એવા રેસકોર્ષના રીંગરોડ પર (ગોલક્સી સામે) ફેરીયાઓવાળાએ ગાર્ડનમાં જ અડ્ડો જમાવ્યો છે. બાળકો માટેના હિંચકા, લપસીયા પર આ મજુરીયાઓ કપડા, ગોદડાઓ સુકવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ મજુરીયાઓ જાહેરમાં જુગાર રમતા પણ જોવા મળી રહ્યા છે.
- Advertisement -
રાજકોટના શાન એવા રેસકોર્ષના રીંગરોડની ફરતે જાળીઓ પર પણ કપડાંની લાઇનો લાગી છે. વધુમાં આ ફેરીયાઓવાળા દ્વારા ગંદકી પણ ફેલાવવામાં આવી રહી છે. મનપા દ્વારા બાળકોના આનંદ માટે બનાવવામાં આવેલા આ ક્રિડાંગણનો ખરેખર શું ઉપયોગ થવો જોઇએ? કપડા સુકવવાનો કે પછી જુગાર રમવાનો? બાળકો માટે બનાવવામાં આવેલા આ ગાર્ડનનો દુરઉપયોગ કરતા ફેરીયાવાળાઓ સામે તંત્ર કયા પગલાં લેશે તે તો હવે જોવું રહ્યું.