ખાસ-ખબર સંવાદદાતા
ધર્મ રક્ષક પરિષદ-ભક્તિનગર સર્કલ ખાતે છેલ્લા 17 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણીમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને દેશ ભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે રવિવારે રાત્રે 9 કલાકે ભવ્ય અને દિવ્ય રાસ મહોત્સવ(દાંડીયા રાસ)નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ રક્ષક પરિષદ ધર્મ પ્રેમી રાજકોટની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગણપતિ દાદાના દર્શન અને પૂજા અર્ચના અને આરતીમાં રાજકોટ શહેરના ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશ્નર આઇપીએસ સજનસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પરીવાર સાથે, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુર ધ્વજરાજસિંહ સરવૈયા, ડી. સ્ટાફના પીએસઆઇ એમ.એન. વસાવા સહિત ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ વિરમભાઇ સાંભડ, ધર્મ જાગરણ સંયોજક રમેશભાઇ શીંગાળા, અશોકભાઇ મકવાણા, રાજેશભાઇ રૈયાણી, કૌશિકભાઇ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
ધર્મ રક્ષક પરિષદ આયોજીત શ્રી ગણેશ મહોત્સવમાં આવતીકાલે રાસ મહોત્સવનું ભવ્ય આયોજન
