ખેલૈયાઓને અપાયા આકર્ષક પ્રોત્સાહન ઈનામો
શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા ઓપન ગુજરાત રાસ ગરબા મહોત્સવ-2025 ગોંડલ ખાતે યોજાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આ રાસ ગરબા મહોત્સવમાં ગરબાના તાલે ખેલૈયોઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી,આ રાસ ગરબા મહોત્સવમાં દીપ પ્રાગટ્ય વડવાળી જગ્યા ગોંડલ સંત શ્રી સીતારામ બાપુ, જમનાદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ રાસ ગરબા મહોત્સવમાં મુખ્ય મહેમાન ખાંટ રાજપૂત સમાજના અગ્રણી કે.પી. ગુજરાતી રાજકોટ, રાજુભાઈ સરવૈયા પ્રમુખ શ્રી ખાંટ રાજપૂત સમાજ રાજકોટ, પિન્ટુભાઈ ખાટડી (ઝાલા) પ્રમુખ સહકાર ગ્રુપ રાજકોટ, જે.કે.સરવૈયા રાજકોટ,અનિલભાઈ ગુજરાતી એ.એસ.આઈ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી,વિપુલભાઈ ગુજરાતી એ.એસ.આઈ. એસ.ઓ.જી પોલીસ રાજકોટ, ભુપતભાઈ ડાભી સરપંચ મોટા ઉમવાડા, વિનુભાઈ ગુજરાતી વગેરે ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ ખાંટ રાજપૂત સમાજના ગુજરાત ભરના ખેલૈયાઓ રાસ ગરબા મહોત્સવ માં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, રાસ ગરબા રમનાર ખેલૈયાઓને અકર્ષક ઇનામો આપી પ્રોત્સાહન કરાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશભાઈ પીપળીયા પ્રમુખ ખાંટ રાજપૂત સમાજ ગોંડલ તેમજ કિરીટભાઈ ડાભી તથા ગૌરવ ભડલીયા, અશ્વિનભાઈ ગોહેલ, ઉદય પીપળીયા સહિતના ખાંટ રાજપૂત સમાજના યુવાનોએ જેહમત ઉઠાવી હતી.



