સર્વર ઠપ્પ થતાં ગુજરાતની 38 R.T.O. કચેરીની કામગીરી ચાર દિવસ ખોરવાઈ હતી
ડ્રાઈવિંગ ટેસ્ટ માટે નવેસરથી એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
રાજકોટ આરટીઓ કચેરીમાં કાચા અને પાકા લાયસન્સ મેળવવા તેમજ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ ફરી શરુ થઇ ગઈ છે. ત્રણ દિવસથી સર્વિર ડાઉન હોવાથી કાચા અને પાકા લાયસન્સ માટેની કામગીરી બંધ થઈ હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જેમાં ઓનલાઈન લાયસન્સ માટેની કામગીરીમાં અરજદારોને મુશ્કેલી પડી હતી. રાજકોટ સહીત ગુજરાતભરમાં 4 દિવસથી સર્વર ટેકનીકલ ખામી આવતા લાઇસન્સની કામગીરી બંધ રહી હતી. શનિવારથી રાજકોટમાં આરટીઓની કામગીરી ફરી કાર્યરત થઇ ગઈ હોવાનું રાજકોટ આરટીઓના અધિકારી કે.એમ.ખપેડે જણાવ્યું હતું. ત્રણ દિવસ કામગીરી બંધ રહેતા રાજકોટ આરટીઓ ખાતે લાયસન્સ માટે અરજી કરનાર અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ કચેરીમાં છેલ્લાં ત્રણ દિવસથી સર્વિર ડાઉન હોવાથી કાચા અને પાકા લાયસન્સ માટેની કામગીરી બંધ થઈ હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આરટીઓ કચેરીનું સર્વર શનિવારથી પુન: કાર્યરત થઈ ગયું છે. પરંતુ રવિવારે રજા હોવાથી લાયસન્સ કામગીરી બંધ હતી અને હવે આજે તા.20 મે સોમવારથી કાચા અને પાકા લાયસન્સ મેળવવા માટેની કામગીરી પુન: શરૂૂ થઇ ગઈ છે. રાજકોટ આરટીઓના અધિકારી કે.એમ.ખપેડે જણાવ્યું કે, લાયસન્સ મેળવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવી છે તેમણે નવેસરથી એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહીં. આજે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ કચેરી આવી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં બુધવાર સાંજે ચાર વાગ્યાથી સર્વર ઠપ્પ થઈ જવાને કારણે અરજદારોને પરત જવું પડયું હતું અને બીજા દિવસે ગુરુવારે પણ સવારથી જ સારથી સર્વર બંધ રહેતા ગુજરાતની 38 જેટલી આરટીઓમાં કાચાં-પાકાં લાઇસન્સની કામગીરી બંધ થઈ ગઈ હતી. શનિવારે સર્વર પુન: કાર્યરત થઈ ગયું હોય આરટીઓની કામગીરી આજથી ફરીય કાર્યરત થઇ છે.