ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ભારત સરકાર) અને પંજાબ નેશનલ બેંકના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં તા. 21-9-2024 ને શનિવારે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રેટર ચેમ્બર બિઝનેશ આઈકોન એવોર્ડ સમારોપણ સાથોસાથ યોજવામાં આવ્યો હતો. આ વર્ષે આ બિઝનેશ આઈકોન એવોર્ડ વિવિધ ત્રણ સંનિષ્ઠ ઉદ્યોગપતિઓને એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સર્વાનંદ સોનવાણી (આર. કે. ગ્રુપ), અજીત ચાવલા (સિંધલ પાવર પ્રેસિજ) અને બીપીન વિરડીયા (તન્વી ગોલ્ડ કાસ્ટ)નો સમાવેશ થાય છે.