ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા આર. કે. યુનિવર્સિટી ખાતે ‘ટ્રાફિક અવેરનેસ સેમીનાર’ યોજાયો હતો.
- Advertisement -
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી. પુજા યાદવ, અને એ.સી.પી. એન. જી. વાઘેલાએ પી.પી.ટી.ના માધ્યમથી ‘ટ્રાફિક અવેરનેસ’ વિશે આર.કે.યુનિવર્સિટીના આશરે 150 વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે તલસ્પર્શી સંવાદ કર્યો હતો. જેમાં ડ્રાઇવીંગ લાયસન્સનું મહત્વ, હેલ્મેટ-સીટબેલ્ટનો ફરજીયાત ઉપયોગ, વાહન ચલાવતી વખતે અન્ય વાહનથી સુરક્ષિત અંતર રાખવા સાથે વાહનની ગતિ મર્યાદાનું પાલન, રસ્તો ઓળંગતા રાહદારીઓને પ્રાથમિકતા તેમજ મોટર વ્હીકલ એક્ટના નિયમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સેમિનારમાં આર.કે.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અમિત લાઠીગરા, રજીસ્ટ્રાર સમીર અટારા, એચ.આર. હેડ કેતકી રામાણી, પ્રોફેસરઓ અને 150 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.