તન્વી પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ સવાલોનાં સવા કરોડ ગેમ શોનાં સ્પર્ધકો આકરાં પાણીએ
શું સવાલોનાં સવા કરોડ ગેમ શૉ હવે ક્યારેય શરૂ જ નહીં થાય ?
ગુજરાતનાં સૌથી મોટાં રિયાલિટી શૉની વધુ કેટલીક સ્ફોટક વિગતો હવે પછી
- Advertisement -
તન્વી પ્રોડક્શનનાં વિમલ પટેલે સ્પર્ધકો સહિત હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાને પણ ‘મામા’ બનાવ્યાં!
‘ખાસ-ખબર’એ સવાલોનાં સવા કરોડનાં હોસ્ટ અને ગુજરાતનાં લોકપ્રિય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાની આ ગેમ શોમાં રહેલી ભૂમિકા અંગે કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, તન્વી પ્રોડક્શનનાં વિમલ પટેલે સ્પર્ધકો સહિત સિદ્ધાર્થ રાંદેરિયાને પણ છેતર્યા છે. તન્વી પ્રોડક્શનનાં વિમલ પટેલે કઈ રીતે ગેમ શોના સ્પર્ધકો સાથે હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાને પણ છેતર્યા છે તેની વિગતો હવે પછી ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. સિદ્ધાર્થ રાંદેરિયા હાલ અમેરિકા હોય તેમનાં સાથી કલાકાર વિજય રાવલે ‘ખાસ-ખબર’ને સ્ફોટક માહિતી પૂરી પાડી હતી.
સવાલોના સવા કરોડ ગેમ શોના સ્પર્ધકોએ ખાસ-ખબરને આપેલી માહિતી અનુસાર આગામી દિવસોમાં સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજક તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ સહિત સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 420 હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ તથા ગેમ શૉ સાથે સંકળાયેલાઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 114 હેઠળ સહઆરોપીની ફરિયાદ સ્પર્ધકો દ્વારા નોંધાવવામાં આવશે. સવાલોના સવા કરોડ ગેમ શોમાં રજીસ્ટ્રેશન ફી ભરી ભાગ લેનારા હજારો સ્પર્ધકો એક ટેલિગ્રામ ગ્રુપમાં ભેગા થઈ રહ્યા છે અને અને હવે આ સૌ સ્પર્ધકો સાથે મળી ગામેગામથી પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં સવાલોના સવા કરોડ ગેમ શોના આયોજક તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ સહિત સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા સહિત ગેમ શો સાથે સંકળાયેલા સૌ વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તેવું આ ગેમ શોના સ્પર્ધકોએ જણાવ્યું છે. અગાઉ સ્પર્ધકો દ્વારા તન્વી પ્રોડક્શનને આ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ આયોજકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા હવે આ ગેમ શોનાં સ્પર્ધકોએ કડક કાનૂની કાર્યવાહી પ્રારંભી દીધી છે.
- Advertisement -
‘ખાસ-ખબર’માં પ્રકાશિત થશે
ગઈકાલે ખાસ-ખબરના અંકમાં તન્વી પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ ગુજરાતનાં સૌથી મોટા રિયાલિટી શોની સૌથી મોટી રિયાલિટી દર્શાવવામાં આવી હતી. ક્યાં પ્રકારે આજથી સવા વર્ષ અગાઉ સવાલોના સવા કરોડ નામનો રિયાલિટી શો તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ સહિત સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વગેરે લઈને આવ્યા હતા. તન્વી પ્રોડક્શન દ્વારા સવાલોનાં સવા કરોડ ગેમ શોના માધ્યમથી 11111થી લઈ 1.25 કરોડ રૂપિયા સુધી જીતવાની લાલચ આપી આ ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકદીઠ 1200-1200 રૂપિયા ઉઘરાવાયા હતા. સવાલોનાં સવા કરોડ ગેમ શોમાં ભાગ લેવા લાખો લોકોએ રજીસ્ટ્રેશન ફી 999 રૂ. + 2% પ્રોસેસિંગ ફી + 18% જીએસટી = 1200 રૂ. એન્ટ્રી ફી ભરી હતી, રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ આજે સવા વર્ષ બાદ પણ આ ગેમ શો આગળ વધ્યો નથી તેની સંપૂર્ણ માહિતી ગત રોજ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે હવે તન્વી પ્રોડક્શન અને તેના આયોજક તથા હોસ્ટ વિશેની વધુ કેટલીક સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે.
તન્વી પ્રોડક્શનનાં વિમલ પટેલ, સોમા પટેલ, ગગજી સુતરિયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ, રવિ ભાલાળા સહિતના સામે છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવશે સ્પર્ધકો
ગર્ભિત કરારનાં નિયમનું પાલન ન થતાં-કરાર ભંગની ફરિયાદ ગામેગામનાં સ્પર્ધકો પોતાના નજીકનાં પોલીસ સ્ટેશનમાં કરશે
સિદ્ધાર્થ રાંદેરિયા સહિતની સેલિબ્રિટી મુશ્કેલીમાં મૂકાશે?
તન્વી પ્રોડક્શને સવાલોના સવા કરોડ ગેમ શોમાં ભાગ લેવા સવા વર્ષ અગાઉ સ્પર્ધકો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા અને હવે સવા વર્ષ બાદ પણ આ ગેમ શો ક્યારે શરૂ થશે તેના કોઈ ઠેકાણા નથી જેથી સ્પર્ધકો તન્વી પ્રોડક્શન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા એકજૂથ થયા છે. આ કાનૂની કાર્યવાહીમાં ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા સહિતની સેલિબ્રિટી મુશ્કેલીમાં મૂકાઈ શકે તેમ છે કેમ કે, સિદ્ધાર્થ રાંદેરિયા સહિતની સેલિબ્રિટીઓએ સવાલોના સવા કરોડ ગેમ શોનું માર્કેટિંગ કરીને લોકોને વિશ્વાસમાં લઈ આ ગેમ શોમાં ભાગ લેવા જણાવ્યું હતું તેવું સ્પર્ધકોનું કહેવું છે. હવે જ્યારે આ ગેમ શો ક્યારે, ક્યાં, કઈ રીતે અને કોના દ્વારા શરૂ કરશે તેની વિગત ઉપલબ્ધ ન હોય સવાલોના સવા કરોડ ગેમ શોમાં ભાગ લેનારા સ્પર્ધકો આ ગેમ શોનું માર્કેટિંગ કરનારી સેલિબ્રિટીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરશે તો આ ગેમ શૉ સાથે સંકળાયેલાં સેલિબ્રિટીઓ મુશ્કેલીમાં મૂકાશે.
છેતરાયેલાં કેટલાંક સ્પર્ધકો ટેલિગ્રામ ગ્રુપમાં એક થયાં
ગુજરાતનાં સૌથી મોટાં રિયાલિટી ગેમ શૉ સવાલોના સવા કરોડના સ્પર્ધકો એક ટેલિગ્રામ ગ્રુપમાં ભેગા થઈ રહ્યા છે અને સૌ સ્પર્ધકો ભેગા મળી તન્વી પ્રોડક્શનનાં આયોજકો અને શો સાથે સંકળાયેલા સૌ વિરુદ્ધ પોત-પોતાના નજીકના પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું તેમજ સૌ સાથે મળી કોર્ટમાં પણ એક પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છે.