44 એકમોનું સઘન ચેકિંગ: ‘યુઝ બાય ડેટ’ ન દર્શાવવા બદલ કાર્યવાહી; શુદ્ધતા ચકાસવા માટે 36 ખાદ્ય નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા (છખઈ)ના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓને ત્યાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં કુલ 44 એકમોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના નિયમોનો ભંગ બદલ 9 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
ફૂડ વિભાગની તપાસમાં મુખ્યત્વે વેચાણ માટે રાખવામાં આવેલ મીઠાઈ અને ફરસાણના જથ્થા પર ’યુઝ બાય ડેટ’ (ઉપયોગ કરી લેવાની અંતિમ તારીખ) દર્શાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગે ઋજજઅ-2006 હેઠળ મીઠાઈ અને ફરસાણના કુલ 36 નમૂના એકત્ર કર્યા હતા. આ નમૂનાઓમાં પિસ્તા લાડુ, મલાઈ કેક, કાજુ કતરી, ટોપરાનો મેસુબ, જલેબી, મીઠા સાટા, ફાફડા, અને પાપડી ગાંઠિયા જેવી વિવિધ લૂઝ આઇટમોનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોટિસ આપવામાં આવેલ એકમો ઉપરાંત, અન્ય 35 એકમોની પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ એકમોમાં માધવ ફરસાણ, વરિયા સ્વીટ માર્ટ, અંબિકા ફરસાણ માર્ટ, ચામુંડા ફરસાણ, બાપાસીતારામ ડેરી ફાર્મ, શ્રી લક્ષ્મી ફરસાણ માર્ટ, રાજ મંદિર ફરસાણ, વિશાલ ડેરી ફાર્મ, અરિહંત નમકીન, જોકર ફરસાણ, કંદોઇ હરિલાલ દેવજી એન્ડ સન્સ, ગોરધનભાઈ ગોવિંદજીભાઈ ચેવડાવાળા, ભરત ફરસાણ, સ્વામીનારાયણ સ્વીટ એન્ડ ફરસાણ, ભારત સ્વીટ માર્ટ, ઘનશ્યામ ડેરી ફાર્મ, ગોકુળ ડેરી ફાર્મ, સીતારામ ડેરી ફાર્મ, રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ, હરિકૃષ્ણ બેકરી નમકીન, અશોક વિજય ડેરી ફાર્મ, ક્રિષ્ના જાંબુ, વૃંદાવન ડેરી ફાર્મ, ભગવતી ફરસાણ (ગોવિંદબાગ માર્કેટ), બાલાજી ફરસાણ (ગોવિંદબાગ માર્કેટ), જય જલારામ સ્વીટ એન્ડ ફરસાણ, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રી નાથજી ફરસાણ માર્ટ, ભગવતી સ્વીટ નમકીન, પારસ સ્વીટ માર્ટ, મુરલીધર સ્વીટ માર્ટ ફરસાણ, અને હરભોલે ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.
- Advertisement -
9 એકમોને નોટિસ આપવામાં આવી હતી
ક્રમ ધંધાર્થીનું નામ વિસ્તાર નોટિસનું કારણ
1 બાલાજી ફરસાણ સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
2 આશા ફરસાણ સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
3 પટેલ ફરસાણ અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
4 ભગવતી ફરસાણ ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
5 શ્રી ખોડિયાર ડેરી ફાર્મ 80’ રોડ, પપૈયાવાડી મેઇન રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
6 જય સિયારામ ફરસાણ હાઉસ ગોકુલધામ મેઇન રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
7 ગાત્રાળ ડેરી ફાર્મ 150’ રિંગ રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
8 આંબીકા ફરસાણ 150’ રિંગ રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી
9 બાલાજી ફરસાણ માર્ટ હનુમાન મઢી ચોક, રૈયા રોડ ’યુઝ બાય ડેટ’ દર્શાવેલ ન હોવાથી