સંરક્ષણ-વિદેશમંત્રી સહિતની અડધી રશિયન કેબિનેટ-75 કંપનીઓના એક્ઝીક્યુટીવ ભારત પહોંચ્યા
રશિયાના રાષ્ટ્રપતિની બે દિવસની ભારતની મુલાકાત પર વિશ્ર્વની નજર: સાંજે વડાપ્રધાન નિવાસે ‘પ્રાઈવેટ ડિનર’: બન્ને નેતાઓ વ્યક્તિગત વાતચીત કરશે: રશિયા પાસેથી એસ-500 સહિતના સંરક્ષણ ક્ષમતા વધારાના સોદા પર સાંજે રાજનાથ-રશિયાના સંરક્ષણમંત્રીની બેઠક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારત અને રશિયાના સંબંધોને એક નવી રાજદ્વારી-વ્યાપારીક-સંરક્ષણ ઊંચાઈ પર લઈ જવાની શકયતા વચ્ચે આજે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના દિલ્હી આગમન સાથે જ વિશ્ર્વભરની નજર ભારત પર હશે.
અમેરિકાના ટેરીફ-વોર અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે રશિયા હવે ક્રુડતેલ અને રાજદ્વારી મોરચે પણ ભારત પર વધુ આધારિત બન્યુ છે તે સમયે રાષ્ટ્રપતિ પુતિન સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની શિખર મંત્રણા મહત્વની સાબીત થશે.
પુતિન તેના વ્યાપાર સુધીના સૌથી મોટા કેબીનેટ-વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે ભારત આવી રહ્યા છે. આજે દિલ્હી પહોંચ્યા બાદ વડાપ્રધાન નિવાસે તેઓને શ્રી મોદી ખાસ પ્રાઈવેટ-ડિનર આપશે અને બન્ને નેતાઓ વ્યક્તિગત વાતચીત પણ કરશે તો કાલે સવારે શ્રી પુતિન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી કરશે અને બાદમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી પુતિનનું પરંપરાગત ભવ્ય સ્વાગત થશે.
ભારત-પાક વચ્ચેની 23મી શિખર બેઠકમાં વ્યાપક વ્યાપારીક સંરક્ષણ સહિતના કરાર થશે. શ્રી પુતિન સાથે રશિયાના આર્થિક વિકાસ મંત્રી ઉપરાંત વિદેશ-સંરક્ષણ વિભાગ સહિત અડધો ડઝનથી વધુ મંત્રીઓ આવી રહ્યા છે જે હાલમાં કોઈ વિદેશ યાત્રાએ જનાર સૌથી મોટું કેબીનેટ પ્રતિનિધિમંડળ છે તો રશિયાની ટોચની 75 કંપનીઓના એકઝીકયુટીવ ભારત પહોંચી ગયા છે.
ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારધારામાં રશિયા વધુ આયાત ભારતમાં કરે તેવી શકયતા છે. શ્રી પુતિનની સાથે રશિયાના સંરક્ષણમંત્રી શ્રી મોદ્દે બેલૌસોપ પણ ભારત આવ્યા છે અને તેઓ આજે સાંજે સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ સાથે સંરક્ષણ ક્ષેત્રે એસ-500 એરડિફેન્સ સીસ્ટમ પર કરાર થઈ શકે છે.
બેલોસોપ એક અર્થશાસ્ત્રી છે અને યુક્રેન સાથેના લાંબા યુદ્ધ છતા પણ રશિયાના અર્થતંત્રને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમ ભારતને એસ-500 એર ડિફેન્સ સીસ્ટમ મળે તે અત્યંત મહત્વનું બની જશે.
આર્ટ ઓફ બેલેન્સ: રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત સમયે જ અમેરિકા પાસેથી કઙૠનો મોટો સોદો
- Advertisement -
આજે એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન ભારત આવી રહ્યા છે તે સમયે જ ભારતે અમેરિકા પાસેથી એલ.પી.જી. ખરીદવા માટેનું બીજું ટેન્ડર ઈશ્ર્યુ કર્યુ છે. અમેરિકા સતત ભારત પર ટેરિફ મુદે અને ખાસ કરીને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાનું બંધ કરવા દબાણ લાવી પ્રતિબંધ મુકી રહ્યું છે. તે વચ્ચે અમેરિકા સાથે વ્યાપાર વધારવા જ નવી રણનીતિના ભાગરૂપે બે માસમાંજ આ બીજું એલપીજી ટેન્ડર ઈશ્ર્યુ કર્યુ છે. અમેરિકા પાસેથી ઈંધણ ખરીદી 1.42 મીલીયન ટનની થઈ ગઈ છે. ભારત અત્યાર સુધી તેની આવશ્ર્યકતાનું મોટાભાગનું એલપીજી ગલ્ફમાંથી ખરીદતુ હતુ પણ હવે અમેરિકન ખરીદી વધારી છે અને આ ખરીદી 2026માં 2 બીલીયન ડોલરની થઈ જશે.
યુક્રેન યુદ્ધ બાદ પુતિનની પ્રથમ ભારત મુલાકાત
વ્લાદીમીર પુતિન સાંજે ભારત આવશે તેઓ કઈ હોટલમાં રહેશે તે જાહેર કરાયું નથી પણ દિલ્હીમાં હાઈએલર્ટ જાહેર છે અને અર્ધલશ્ર્કરી દળોને ઉતારાયા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત છે.



