ભારતમાં 4000 તથા વિદેશોમાં 3000 સ્ક્રીન્સમાં એક સાથે રીલીઝ થશે
અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સીકવલ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઈ રહી છે. અગાઉ તેને 6 ડિસેમ્બરે રિલીઝ કરવાનું આયોજન હતું, પરંતુ તેને એક દિવસ વહેલી રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. ફિલ્મના મેકર્સે આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધું છે.
મેકર્સે જણાવ્યું હતું કે, બોક્સઓફિસ પર આતશબાજી એક દિવસ વહેલી શરૂ થશે અને પુષ્પારાજનું શાસન એક દિવસ પહેલા આવશે. ભારતની સૌથી મોટી ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ 5 ડિસેમ્બરે રિલીઝ થશે.
- Advertisement -
‘પુષ્પા: ધ રૂલ’ને અગાઉ સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15 ઓગસ્ટે રિલીઝ કરવાનું આયોજન હતું. જો કે ફિલ્મના શૂટિંગ તથા વીએફએક્સમાં સમય લાગ્યો હોવાથી તેને 6 ડિસેમ્બરે રિલીઝ કરવાનું નક્કી થયું હતું. હવે, મેકર્સે ત્રીજી રિલીઝ ડેટ નક્કી કરી છે, જે 6 ડિસેમ્બર છે. જો કે આ વખતની રિલીઝ ડેટ ફાઈનલ મનાય છે. નવી રિલીઝ ડેટ જાહેર કરવાની સાથે ‘પુષ્પા: ધ રૂલ’નું નવું પોસ્ટર પણ શેર થયું છે.
જેમાં પુષ્પારાજપાઈપ પીતો દેખાય છે અને તેના હાથમાં રીવોલ્વર છે. બેકગ્રાઉન્ડમાં રૂપિયાનો ઢગલો છે. ઉલ્લેખનીય છે કે, 2021માં પુષ્પા: ધ રાઈઝ’ રિલીઝ થઈ હતી. તે સમય કોરોના મહામારીનો હતો અને બિગ બજેટ ફિલ્મ રિલીઝ કરવા કોઈ તૈયાર ન હતું. તગડી કોમ્પિટિશનના અભાવ વચ્ચે અલ્લુ અર્જુનની ફિલ્મ બ્લોકબસ્ટર બની હતી. હવે ‘પુષ્પા: ધ રૂલ’ એવા સમયે આવી રહી છે, જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આત્મવિશ્વાસ ટોચ પર છે અને તેની તગડી કોમ્પિટિશન પણ થવાની છે.
કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને બોક્સઓફિસ પર પુષ્પાનો સિક્કો જમાવવા મેકર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સે કમર કસેલી છે. 2024ના વર્ષની સૌથી મોટી હિટ બનાવવા માટે તેને 3000 ઓવરસીઝ લોકેશન્સ પણ રિલીઝ કરાશે. તેને હિન્દી ઉપરાંત કન્નડ, તમિલ, મલયાલમ, બંગાળી અને તેલુગુમાં પણ રિલીઝ કરાશે. કર્ણાટકમાં 500 સિંગલ સિસ્ક્રન, તામિલનાડુમાં 800થી વધુ થીયેટર ‘પુષ્પા: ધ રૂલ’ માટે બુક થયેલા છે. હિન્દી અને બંગાળી ફિલ્મ દર્શાવતા થીયેટરમાં 2000થી વધુ સ્ક્રિન મેળવવા માટે ડિસ્ટ્રિબ્યુટર અનિલ થાડાની પ્રયત્ન કરી રહ્યા છે. એકંદરે દેશભરમાં 4000થી વધુ સિયનમાં પુષ્પા: ધ રૂલ’ને રિલીઝ કરવાનું આયોજન થઈ રહ્યું છે.