પંજાબી કલાકાર અર્જુનસિંહે ગુજરાતી ગરબામાં એક નવો રંગ ઉમેર્યો, જેણે રાજકોટવાસીઓના દિલ જીતી લીધા!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ વર્ષે રાજકોટના નવરાત્રી મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ પંજાબી કલાકાર અર્જુનસિંહ પાજી બન્યા છે. સામાન્ય રીતે પંજાબી ભાંગરા માટે જાણીતા અર્જુનસિંહે ગુજરાતી ગરબાના તાલે શાનદાર પરફોર્મન્સ આપીને સૌને ચોંકાવી દીધા હતા. તેમના અનોખા પર્ફોમન્સે નવરાત્રીના માહોલને વધુ રંગીન અને યાદગાર બનાવ્યો હતો. અર્જુનસિંહે સાબિત કર્યું કે સંગીત અને કલાને કોઈ ભાષા કે સીમાઓ નડતી નથી. તેમના પરફોર્મન્સને કારણે રાજકોટના યુવાનો અને ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અર્જુનસિંહે પોતાની કળા અને જુસ્સાથી રાજકોટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.



