ઈતિહાસમાં પ્રથમ વખત મુંબઈ 200થી વધુનો સ્કોર કરવા છતાં હાર્યું
વરસાદને કારણે મેચ મોડો શરૂ થતાં મોડી રાત સુધી ચાલ્યો : 204નો વિજય લક્ષ્યાંક પંજાબે 19 ઓવરમાં પાર કરી લીધો : શ્રેયસના અણનમ 87
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
- Advertisement -
કેપ્ટન શ્રેયસ ઐયર (87 રન, 41 વોલ, 5 ફોર, 8 સિક્સર) અને નેહલ વાઢેરા (48 રન, 29 વોલ, 4 ફોર, 2 સિક્સર) ની મજબૂત ઇનિંગ્સને કારણે, પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 માં પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું અને ઈંઙક ટાઇટલ મેચમાં સ્થાન મેળવ્યું. મંગળવારે ફાઇનલ મેચમાં, તેનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (છઈઇ) સામે થશે, જેની સામે તે પહેલા ક્વોલિફાયરમાં હારી ગયું હતું. પંજાબ અને બેંગ્લોર વચ્ચેની ફાઇનલ પછી, એવું નક્કી થયું કે ઈંઙક ને એક નવો ચેમ્પિયન મળશે. આ બંને ટીમો 18 વર્ષથી પોતાના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહી છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માના નેતૃત્વ હેઠળના બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સે છ વિકેટે 203 રન બનાવ્યા. લગભગ પોણા બે કલાક મેચ મોડી શરૂ કરી છતાં એક પણ ઓવર ઓછી કરવામાં આવી ન હતી. મુંબઈના જોની બેયરસ્ટો (38), તિલક વર્મા (44) અને સૂર્યકુમાર યાદવે (44) મુંબઈ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો. નમન ધીરે પણ આખરે 18 બોલમાં 33 રન બનાવીને ટીમને 200 રનનો આંકડો પાર પહોંચાડ્યો.
ત્રણ ટીમને ફાઈનલમાં લઈ જનાર પહેલો કેપ્ટન અય્યર બન્યો
શ્રેયસ અય્યર ત્રણ અલગ-અલગ ટીમને ફાઈનલમાં પહોંચાડનાર પહેલો કેપ્ટન બન્યો છે. તેણે 2020માં દિલ્હીની કેપ્ટનશિપ કરતા ફાઈનલમાં પહોંચાડ્યું હતું. ત્યારપછી ગયા વર્ષે 2024માં કોલકાતાને ફાઈનલમાં પહોંચાડ્યું હતું; સાથે જ ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. હવે પંજાબને 11 વર્ષે ફાઈનલમાં પહોંચાડ્યું છે.