સ્વ. પુજીતની જન્મ જયંતી નિમિત્તે બાલ્યાવસ્થા માણી ન શકનાર બાળકોએ વોટરપાર્કમાં મોજ કરી અને આકર્ષક ગિફ્ટ સાથે આનંદનું ભાથું લઇ ઘેર પરત ફર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા.8 ઓક્ટોબર આજરોજ સ્વ.પુજીતની જન્મ જયંતી નિમિત્તે કચરો વીણતા અને છેવાડાના વિસ્તારમાં વસતા ગરીબ બાળકો કે જેઓ કચરો વીણીને પેટીયુ રળતા અંદાજિત 225 જેટલા બાળકોને ચોટીલાથી આગળ આવેલ જોલી એન્જોય રિસોર્ટ વોટરપાર્ક ખાતે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા લઈ જવામાં આવેલ. પાણીને જોઈને જ બાળકો ચીચીયારી કરી આનંદ વ્યક્ત કર્યો હતો. બાલ્યાવસ્થાએ જીવનની શ્રેષ્ઠ અવસ્થા છે પ્રત્યેક બાળકને પોતાનો બાળપણ માણવાનો અધિકાર છે. આર્થિક વિટંબણાને કારણે બાળપણ નહિ માણી શકતા શહેરના કચરો વીણતા બાળકો એક દિવસ માટે ખરા અર્થનું બાળપણ માણી શકે તેવા શુભ હેતુ સાથે ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી અને ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી પ્રતિવર્ષ શહેરના આવા બાળકોને એકત્ર કરી તેને ભરપૂર આનંદ મળે અને સામાન્ય કે તવંગર ઘરના બાળકોની માફક એન્જોય કરી શકે તેવો છેલ્લા 29 વર્ષથી અવિરત પ્રયત્ન કરી રહ્યા છે અને આ નિસ્વાર્થ સેવામાં સમાજનો પૂરેપૂરો સહયોગ મળી રહે છે.
બાળકોએ જોલી એન્જોય રિસોર્ટ વોટરપાર્કમાં સતત ત્રણ કલાક આનંદ લુંટ્યો હતો અને બાળકોને મનભાવન ભોજન સાથે મીઠાઈ પણ પીરસવામાં આવેલ હતી. વોટરપાર્ક માટે ટ્રસ્ટને જોલી એન્જોય રિસોર્ટ વોટરપાર્કના મુકેશભાઈ શાહ, લાલાભાઇ ઉપાધ્યાય, ચોટીલા ભાજપ અગ્રણી જયભાઈ શાહ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
- Advertisement -
આજના આ બાળસંગમ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, અમીનેશભાઈ રૂપાણી ઉપરાંત નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં ટ્રસ્ટના જુના કાર્યકરો સર્વ હસુભાઈ ગણાત્રા, જયપ્રકાશભાઈ આચાર્ય, સરોજબેન આચાર્ય, મિત્સુબેન વ્યાસ, જયસુખભાઈ ડાભી, મુકેશભાઈ મહેતા, કે. બી. ગજેરા, પ્રફુલભાઈ સંઘાણી, હરીશભાઈ શાહ, કેતનભાઇ મેસવાણી, રાજુભાઈ શેઠ, જગદીશભાઈ પંડ્યા, જીગ્નેશભાઈ રત્નોતર, કિરીટભાઈ પરમાર, હરેશભાઈ ચાંચિયા, કિશોરભાઈ ગમારા, મહેશભાઈ પરમાર, હર્ષદભાઈ સરવૈયા, કિશોરભાઈ ગાંગાણી, રમેશભાઈ ટંકારીયા, જયમીનભાઈ માવાણી વગેરે કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી બાળકોની દેખરેખ રાખી હતી.



