બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરની હાજરીથી હજારો ચાહકો ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
પૂજારા ટેલિકોમ દ્વારા અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા તેમના ફ્લેગશિપ સ્ટોર ખાતે OPPO F31 Series 5Gનું મેગા લોન્ચિંગ સફળતાપૂર્વક યોજાયું હતું. આ પ્રસંગે બોલીવુડના જાણીતા અભિનેતા અર્જુન કપૂર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અર્જુન કપૂરને જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.
આ લોન્ચિંગ પ્રસંગે પૂજારા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન યોગેશ પૂજારા, મેનેજિંગ ડિરેક્ટર રહિલ પૂજારા, ઓપ્પો ઈન્ડિયાની ટીમ અને પૂજારા ગ્રૂપની વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ પણ હાજર રહી હતી.
નવી ઘઙઙઘ ઋ31 જયશિયત 5ૠ તેના અદભુત પ્રદર્શન, મજબૂત ટકાઉપણું અને અદ્યતન સુવિધાઓ માટે જાણીતી છે.
આ સ્માર્ટફોન ખાસ કરીને યુવા પેઢીની જીવનશૈલી અને રોજિંદા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પૂજારા ટેલિકોમના આ અદ્યતન ફ્લેગશિપ સ્ટોરમાં ગ્રાહકોને તમામ પ્રીમિયમ બ્રાન્ડના મોબાઈલ ફોન, ગેજેટ્સ અને હોમ એપ્લાયન્સિસની વિશાળ શ્રેણી ઉપલબ્ધ થશે.
પૂજારા ટેલિકોમ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 500થી વધુ સ્ટોર્સ ધરાવે છે. અમદાવાદમાં તેના 50થી વધુ સ્ટોર્સ છે. હવે આ કંપની મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પણ વિસ્તરણ કરી રહી છે. આ નવા ફ્લેગશિપ સ્ટોરનું લોન્ચિંગ પૂજારા ટેલિકોમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.