અમે કોઇપણ પક્ષની તરફેણમાં હતા જ નહીં, અમે તો સામાજિક સંગઠન છીએ : રમજૂભા જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
પી. ટી. જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દેવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પી. ટી જાડેજાએ એક વીડિયો બનાવીને આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી કે, હું સંકલન સમિતિ સાથે જ છું અને મેં રાજીનામું આપ્યું નથી. ત્યારે હવે આ મુદ્દે રાજપૂત સમાજ સંકલન સમિતિના રમજૂભાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે પણ પી. ટી. જાડેજા અમારી સાથે જ છે તેમ સ્પષ્ટ કરી દીધું છે. રાજપૂત સમાજ સંકલન સમિતિ, રમજૂભા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પી. ટી જાડેજા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, પી ટી જાડેજાએ સ્પષ્ટતા કરી દીધી છે કે, તેઓ સંકલન સમિતિ સાથે છે, જેથી અમે સાથે જ કામ કરીશું. અમારો મુખ્ય હેતુ કોઇ પક્ષ કે વ્યક્તિના વિરોધ કરવાનો નથી અમારો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પહેલા દેશમાં જે વાણીવિલાસ થઇ રહ્યો હતો તેના માટે અવાજ ઉઠાવવાનો હતો.
ચૂંટણી હોય ત્યારે આવી બાબતો બનતી હોય છે હવે ચૂંટણી પુરી થઇ ગઇ છે. કોંગ્રેસની તરફેણ કરો છો તેમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ કે, અમે કોઇપણ પક્ષની તરફેણમાં હતા જ નહી. અમે તો સામાજિક સંગઠન છીએ, અમારે કોઇ પક્ષ સાથે કાંઇ નથી. કોઈપણ પક્ષની વિરૂદ્ધમાં કોઈપણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહિ. અમે કોંગ્રેસના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો નથી. અમારા સ્ટેજ પરથી કોંગ્રેસના નેતાઓને પણ અમે બોલવા નથી દીધા. અમે જે કાંઈ કર્યું તે દેશ હિતમાં, પ્રજા હિતમાં કામ કર્યું છે.
હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ : પી.ટી. જાડેજા
- Advertisement -
ઓડિયો ક્લિપ વાયરલ થતા પી. ટી. જાડેજાએ વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી છે. વીડિયો શેર કરીને પી.ટી.જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે, મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા છે. સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી હતી. સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે. મેં ઓડિયો 14 લોકોની કમિટીના ગ્રૂપમાં મુક્યો હતો તો એ 14 લોકોમાંથી કોણ ફૂટ્યું? આ અંગે હું સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરીશ. ગદ્દાર કોણ છે? એક જ વ્યક્તિ, જેને ખુલ્લો પાડીશું. અન્ય સભ્યો પણ મારી સાથે છે તેમણે એમ જ કહ્યુ છે કે, આ એક જ વ્યક્તિ છે તો તેને ખુલ્લો પાડીશું. આજે અથવા કાલે, સમિતિ સાથે ચર્ચા કરીશ.
પી.ટી.જાડેજા રાજીનામું આપી દે: કરણીસેના
આ બધાની વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિમાં આંતરિત વિવાદ અને ફાંટાને લઇ હવે કરણી સેનાની પ્રતિક્રિયા સામે આવ્યું છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યુ કે, પી.ટી.જાડેજાએ રાજીનામું આપી દેવું જોઇએ. આ સાથે કહ્યું કે, સંકલન સમિતિ અને સમાજ વચ્ચે મતભેદ થાય તો આંદોલન અમે ચલાવશું. આ આંદોલન સ્વંયભૂ હતું પણ સંકલન સમિતિએ આમાં ભાજપ-કોંગ્રેસને વચ્ચે નાખ્યું છે.